બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

દાળના વધતા ભાવ રોકવા સરકાર એક્શનમાં આવી

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 11:21  |  સ્ત્રોત : CNBC-Bajar

દાળની વાત કરીએ તો, સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. દાળની કિંમતોમાં આવેલા ઉછાળા પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારે ઓક્ટોબર સુધી 4 લાખ ટન અડદ ઇમ્પોર્ટ કરવાનો નિર્ણય લીધો છે, આ સિવાય ખુલ્લા બજારમાં વેચવા માટે વધેલા સ્ટોકમાંથી સરકાર નાફેડને 2 લાખ ટન અડદ આપશે, નાફેડ આ દાળને નો પ્રોફિટ નો લોસ પર વેચશે, સાથે જ સરકારે સટ્ટાખોરો પર કડક પગલાં ભરવાના સંકેતો આપ્યા છે. વાસ્તવમાં પાછલા 2 દિવસમાં દાળની કિંમતોમાં એકતરફી તેજી જોવા મળી હતી.