બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 10:12  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં તોફાની તેજી આવી છે અને તેના ભાવ છેલ્લા 3 વર્ષના ઊપરી સ્તર પર સ્તર ચાલી ગયા છે. બ્રેન્ટમાં 70 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે નાયમેક્સ ક્રૂડ 63 ડૉલરની પાર છે. કાલે એપીઆઈની ઈન્વેન્ટ્રી રિપોર્ટ આવ્યો હતો જેના મુજબ અમેરિકામાં કાચા તેલના ભંડાર 112 લાખ બેરલ ઘટી ગયા છે. બજારની નજર આજે અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટની ઈન્વેંટ્રી રિપોર્ટ પર પણ છે.

આ વચ્ચે સોનામાં ઘટાડો વધી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં તેના ભાવ 1310 ડૉલર પર આવી ગયા છે. ખરેખર ઊંચી કિંમતો પર સોનાની માંગ નબળી પડી ગઈ હતી. એવામાં ચાંદીમાં પણ દબાણ છે અને એના ભાવ 17 ડૉલરની નીચે આવી ગયા છે. આજે ડૉલરના મુકાબલે રૂપિયામાં મામૂલી મજબૂતી છે. એક ડૉલરની કિંમત 63.65 રૂપિયાની નજીક છે.

એગ્રી કમોડિટીઝની વાત કરીએ તો એનસીડીઈએક્સ પર ચણાના માર્ચ વાયદા 0.42 ટકાના વધારાની સાથે 3824 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે કેસ્ટર સીડ કરા ફેબ્રુઆરી વાયદા 0.75 ટકાના વધારાની સાથે 4100 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે ગુવાર સીડના ફેબ્રુઆરી વાયદા 1.3 ટકાના વધારાની સાથે 4428 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે.