બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં કાલની તેજીની બાદ આજે નાના દાયરમાં કારોબાર થઈ રહ્યો છે. જો કે, કિંમતે 3 વર્ષના ઊપરી સ્તર પર બનેલી છે. બ્રેન્ટ 69 ડૉલરની ઊપર છે. જ્યારે નાયમેક્સ પર ભાવ 63 ડૉલરની ઊપર બનેલા છે. ડિમાન્ડ વધવા અને સપ્લાઈમાં ખામીથી કાચા તેલને લગાતાર સપોર્ટ મળી રહ્યો છે. ડૉલરમાં નબળાઈના કારણે સોનામાં તેજી દેખાય રહી છે અને તેની કિંમતે 4 મહીનાની ઊંચાઈ બનેલી છે. કૉમેક્સમાં સોનુ 1320 ડૉલરની નજીક છે. સોનાના મુકાબલે ચાંદીમાં પણ વધારે તેજી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધ્યા છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો શંધાઈમાં એલ્યુમિનિયમ 1 ટકાથી વધારે વધ્યા છે. જ્યારે કૉપરમાં 0.25 ટકાની તેજી જોવામાં આવી રહી છે.

ઘરેલૂ બજારમાં એમસીએક્સ પર કાચુ તેલ 0.35 ટકાના વધારાની સાથે 4050 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે નેચુરલ ગેસ 0.22 ટકાની નબળાઈની સાથે 185 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. એમસીએક્સ પર સોનુ 0.05 ટકાની મામૂલી નબળાઈની સાથે 29310 રૂપિયાની નીચે દેખાય રહ્યા છે જ્યારે ચાંદી 0.04 ટકાના ઘટાડાની સાથે 38975 રૂપિયાની આસપાસ જોવમાં આવી રહી છે.

બેઝ મેટલની વાત કરીએ તો એમસીએક્સ પર એલ્યુમીનિયમ 0.68 ટકાના વધારાની સાથે 140 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે કૉપર 0.38 ટકાની મજબૂતીની સાથે 460 રૂપિયાની આસપાસ જોવામાં આવી રહ્યા છે. એમસીએક્સ પર લેડ 0.31 ટકાના વધારાની સાથે 165 રૂપિયાની નજીક આવી ગયા છે. જ્યારે નિકેલ મામૂલી નબળાઈની સાથે 820 રૂપિયાની નીચે આવી ગયા છે જ્યારે ઝિંક 0.23 ટકાના વધારાની સાથે 215 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

એગ્રી કમોડિટીઝમાં એનસીડીઈએક્સ પર ગવાર સીડના ફેબ્રુઆરી વાયદા મામૂલી વધારાની સાથે 4442 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે, કેસ્ટર સીડના ફેબ્રુઆરી વાયદા 0.25 ટકા વધારાની સાથે 4142 રૂપિયા પર જોવામાં આવી રહ્યા છે.