બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતો પર 70 ડૉલરની ઊપરથી થોડુ દબાણ રહ્યું છે અને તેના ભાવ 3 વર્ષના ઊપરી સ્તરથી નીચે આવી ગયા છે. જો કે હજુ પણ તેમાં 69 ડૉલરની ઊપર જ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે નાયમેક્સ ક્રૂડ પણ દબાણની બાવજૂદ 63.5 ડૉલરની ઊપર છે. અમેરિકામાં કાચા તેલનો ભંડાર 50 લાખ બેરલ ઘટી ગયો છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવ 1 ટકા ઉછળી ગયા છે અને તેમાં 1.5 મહીનાના ઊપરી સ્તર પર કારોબાર થઈ રહ્યો છે.

આ વચ્ચે ડૉલરમાં આવેલા ઘટાડાથી સોનાનો સપોર્ટ મળ્યો છે અને તેના ભાવ 1325 ડૉલરની પાર ચાલી ગયો છે. ચાંદીમાં પણ 0.5 ટકાની તેજીની સાથે 17 ડૉલરની ઊપર કારોબાર થઈ રહ્યો છે. ડૉલરમાં આવેલા ઘટાડાથી જો કે રૂપિયાનો સપોર્ટ મળ્યો છે અને રૂપિયામાં મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે. એક ડૉલરની કિંમત 63.5 રૂપિયાની નજીક છે.