બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણયથી પહેલા આજે બેઝ મેટલ્સમાં નબળાઈ જોવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ દરોમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. અમેરિકામાં દરોમાં વધારાની સંભાવનાથી મેટલ્સમાં વેચવાલી છે. શંધાઈમાં એલ્યુમિનિયમ અને ઝિંક 1 ટકાથી વધારે ઘટ્યા છે. જ્યારે કૉપરમાં 0.75 ટકાની નબળાઈ છે. શંઘાઈમાં વધારેતર બેઝ મેટલ્સ નબળા જોવામાં આવી રહ્યા છે.

સોનાની વાત કરીએ તો તેમાં ખુબ સીમિત દાયરામાં કારોબાર થઈ રહ્યો છે. કૉમેક્સ પર સોનુ 1295 ડૉલરની નજીક છે. ડૉલરમાં મજબૂતીની બાવજૂદ સોનામાં સુસ્તી જોવાને મળી રહી છે. યૂએસ ફેડરલ રિઝર્વના નિર્ણયથી સોનામાં સુસ્તી છે. જો કે બેઝ મેટલ્સમાં નબળાઈના કારણે ચાંદીમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે.

કાચા તેલમાં આજે ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. નાયમેક્સ ક્રૂડ 0.5 ટકાથી વધારે ઘટ્યા છે, જ્યારે બ્રેન્ટમાં 0.25 ટકાની નબળાઈ છે. અમેરિકામાં ભંડાર વધાવાથી અને ઓપેકની સપ્લાઈ વધવાની સંભાવનાથી કાચા તેલ પર દબાણ છે. તમને બતાવી દઈએ કે 22 જૂનના વિયનામાં ઓપેક દેશોની બેઠક છે. ત્યાં ડૉલરના મુકાબલે રૂપિયામાં આજે નબળાઈ છે જેની અસર તમામ કમોડિટીઝ પર જોવાને મળશે.

બોનાંઝા પોર્ટફોલિયોના જતીન ત્રિવેદીની સલાહ

એમસીએક્સ સોનુ (ઓગસ્ટ વાયદા): ખરીદો - 31120, સ્ટૉપલોસ - 31045, લક્ષ્યાંક - 31250.

એમસીએક્સ કૉપર (જુન વાયદા): વેચો - 484.50, સ્ટૉપલોસ - 488, લક્ષ્યાંક - 478.