બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સ્થાનિક બજારમાં ટ્રેન્ડ જોતા ચાંદીમાં રોકાણ કરી શકાય?

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો ઘટીને 11 ડૉલરના સ્તર પર પહોંચી, સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, ચાંદીમાં આટલા મોટા ઘટાડા પાછળના ક્યા કારણો બની રહ્યા છે તેની વિગત જોઈએ.

ચાંદી પર દબાણ જોવા મળી રહ્યુ છે. 1 વર્ષમાં ઉપલા સ્તરેથી 33% નીચે છે. 1 સપ્તાહમાં લગભગ 22%નો ઘટાડો છે. 1 મહિનામાં લગભગ 28%નો ઘટાડો નોંધાયો. ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માગ ઓછી છે. કોરોનાના કારણે ચાંદીની માગ ઘટી.

હાજર ચાંદીમાં ખરીદદારી. આ વર્ષના ઉપલા સ્તરેથી ચાંદી 30% નીચે છે. આ વર્ષે COMEX પર ચાંદી $19 સુધી પહોંચી છે. મુંબઈની ઘણી દુકાનોમાં ચાંદીની ઇન્વેન્ટ્રી નથી. મુંબઈમાં ચાંદી પર ₹2,000નું પ્રીમિયમ માગી રહ્યા છે.


એશિયાના ઘણા દેશોમાં હાજર ચાંદી પ્રીમિયમ પર છે. એશિયાના ઘણા દેશોમાં ચાંદી પર 40-50% પ્રીમિયમ છે. ભારતમાં ચાંદીની હાજર માગમા વધારો છે. USમાં માર્ચમાં ચાંદીના સિક્કાની માગ 300% વધી.