બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

માવઠાના કારણે યાર્ડમાં રાખેલી મગફળી પલડી

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 11:28  |  સ્ત્રોત : CNBC-Bajar

માવઠાને કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઇ. યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઇ હતી. જેના લીધે તેને ખુલ્લામાં રાખવાની ફરજ પડી હતી. ગઈ કાલે મોડી સાંજે પડેલા કમોસમી વરસાદમાં મગફળી પલળી ગઇ, જેને કારણે પલળેલી મગફળીની આજે હરરાજી નહીં થાય, સાથે જ અંદાજે 20 હજાર ગુણી મગફળી પલળી ગઈ છે જેથી મગફળીના ઓછા ભાવ આવે તેવો ખેડૂતોમાં ડર છે.