બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol Diesel Price: ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરમાં તેલના ભાવ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 09:32  |  સ્ત્રોત : Moneycontrol.com

Petrol Diesel Price: સરકારી તેલ કંપનીઓ (Government oil companies)એ આજે ​​પેટ્રોલના ભાવ જેમ હતા તેમ છોડી દીધા છે, પરંતુ ડીઝલના ભાવમાં રાહત આપી છે. એટલે કે, આજે દેશભરમાં પેટ્રોલની કિંમત સ્થિર છે. જ્યારે ડીઝલના ભાવમાં 19-21 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈકાલે પેટ્રોલની કિંમત 23 પૈસાથી 26 પૈસા ઘટાડાઇ હતી. ત્યારે ડીઝલનો ભાવ 35 પૈસાથી 37 પૈસા પ્રતિ લિટર સુધી સસ્તુ હતો.


જાણો તમારા શહેરમાં તેલના ભાવ


દિલ્હીમાં આજે 19 સપ્ટેમ્બરે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પેટ્રોલ ગઈકાલે ભાવ 81.14 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ 20 રૂપિયા ઘટાડીને 71.82 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે.


મુંબઈમાં પણ પેટ્રોલના ભાવ સ્થિર છે. પેટ્રોલ ગઈકાલે કિંમત 87.82 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ 21 પૈસાના ઘટાડા સાથે 78.27 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે.


કોલકાતામાં પણ આજે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પેટ્રોલનો ભાવ 82.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 20 પૈસા ઘટાડીને 75.22 રૂપિયા પ્રતિ લિટરના હિસાબથી વેચાય રહ્યું છે.


એવી રીતે ચેન્નઈમાં પણ પેટ્રોલના ભાવો જેવાને તેવા જ બન્યા છે. પેટ્રોલની કિંમત 84.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 19 પૈસા ઘટાડીને 77.21 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.


બેંગલુરુમાં પણ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પેટ્રોલ 83.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 21 પૈસા સસ્તા થઇને 76.04 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.


તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.