બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol-Diesel Price on 19th March 2020: આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, કોઈ ફેરફાર નહીં

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 09:59  |  સ્ત્રોત : CNBC-Bajar

દુનિયા ભરમાં કોરોના વાયરસનો ભય સર્જાય રહ્યો છે. શેરબજારમાં ખળભળાટ મચી ગઇ છે. ક્રૂડ ઓઇલની માંગ દિવસે દિવસે ઓછી થઈ રહી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે ત્રીજો દિવસ છે, તેલ કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. તમામ મેટ્રો શહેરોમાં તેલના ભાવ સ્થિર છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો થયો છે.


ચાલો જાણીએ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે?


ગુરૂવાર એટલે કે આજે 19 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, ગઇ કાલે જે ભાવમાં પ્રોટ્રોલ-ડીઝલ વેચાય રહ્યું હતું. આજે પણ તે જ ભાવ છે. પેટ્રોલના કિમત 69.59 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 62.29 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.


મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા આવી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 75.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 65.21 રૂપિયા પ્રતિ લિટર છે.


કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નથી આવ્યો. પેટ્રોલના ભાવ 72.29 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 64.62 રૂપિયા પ્રતિ લિટર છે.


ચેન્નઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પરિવર્તન નથી થયો. ચેન્નઇમાં પેટ્રોલ 72.28 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 65.71 રૂપિયા પ્રિત લિટર થયો છે.


ચાલો આપણે જાણીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.