બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol-Diesel Price on 30th March 2020: લૉકડાઉનની વચ્ચે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના ચાલતા પૂરી દુનિયામાં ઈમરજન્સી જેવા હાલાત બની ગયા છે. ભારતમાં 21 દિવસ માટે લૉકડાઉનની ઘોષણા થઈ ગઈ છે. આ લૉકડાઉનના લીધેથી લોકો પોતાના ઘરો પર કેદ થવા માટે મજબૂર થઈ ગયા છે. એવા હાલાતમાં રસ્તાઓ પર ગાડીઓનું આવાજવાનું બહુ ઓછુ થઈ ગયુ છે. તેલની માંગ ઓછી થઈ ગઈ છે. જો કે છેલ્લી 16 માર્ચથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. આજે 14 મા દિવસે તેલના સ્થિર ભાવ છે.

આવો જાણીએ તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

સોમવાર એટલે કે આજે 30 માર્ચે દિલ્હીમાં ગત 14 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલની કિંમત 69.59 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 62.29 રૂપિયા પ્રતિ લિટર છે.

એવી જ રીતે મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલની કિંમત 75.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 65.21 રૂપિયા પ્રતિ લિટર છે.

એ જ રીતે કોલકતામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી થયો. પેટ્રોલના ભાવ 72.29 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલના ભાવ 64.62 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. પેટ્રોલની કિંમત 72.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 65.71 રૂપિયા પ્રતિ લીટર છે.

જ્યારે અમદાવાદમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલના ભાવ 67.16 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલના ભાવ 65.19 રૂપિયા પ્રતિ લીટર છે.

ચાલો આપણે જાણીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.