બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol Diesel Price: લગાતાર બીજા દિવસે પેટ્રોલ-ડીઝલ થયુ મોંઘુ, જાણો તમારા શહેરમાં તેલના ભાવ

ના રોજ પ્રકાશિત Sat, 21, 2020 પર 10:32  |  સ્ત્રોત : Moneycontrol.com

Petrol Diesel Price: સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કાલથી વધારો શરૂ થઈ ગયો છે. 49 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાની બાદ આજે લગાતાર બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાની બાદ આજે લગાતાર બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. સરકારી તેલ કંપનીઓ (Government oil companies) એ આજે પેટ્રોલ-ડીઝલ મોંઘુ કરી દીધુ. પેટ્રોલના ભાવ સરેરાશ 15 પૈસા અને ડીઝલના ભાવ સરેરાશ 20 પૈસા વધી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા અને ડીઝલ 20 પૈસા મોંઘુ થઈ ગયુ છે.

તેની પહેલા પેટ્રોલની કિંમતમાં છેલ્લી વાર 22 સપ્ટેમ્બર ના 7 થી 8 પૈસા પ્રતિ લીટરના ઘટાડો જોવા મળ્યો હતો. 1 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ડીઝલના ભાવ 3 રૂપિયા પ્રતિ લીટરથી વધારે ઓછા થઈ ચુક્યા છે. જો કે, પેટ્રોલના ભાવ પર કોઈ અસર નથી. ઑક્ટોબર મહીનામાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price) ની કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. જ્યારે ઓગસ્ટમાં પેટ્રોલ અને તેની પહેલા જુલાઈ મહીનામાં ડીઝલના રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

જાણો તમારા શહેરમાં તેલના ભાવ

21 નવેમ્બરના રોજ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ સતત બીજા દિવસે મોંઘુ થઈ ગયું છે. પેટ્રોલનો ભાવ આજે 81.23 રૂપિયાથી લઇને 81.38 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. એટલે કે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે. તે જ સમયે, ડીઝલની કિંમત 70.68 રૂપિયાથી વધીને 70.88 રૂપિયા પ્રતિ લિટર થઈ રહી છે. એટલે કે ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં ગઈકાલની તુલનામાં પેટ્રોલના ભાવમાં 17 પૈસાના વધારા સાથે રૂપિયા 88.09 અને ડીઝલની કિંમત 23 પૈસા વધીને 77.34 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

કોલકાતામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલના ભાવથી પેટ્રોલ 16 પૈસા વધી 82.95 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 21 પૈસા વધીને 74.45 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

આ જ રીતે ચેન્નઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 15 પૈસાના વધારા સાથે રૂ. 84.46 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 20 પૈસા વધી લિટર દીઠ 76.37 રૂપિયા થયા છે.

બેંગલુરુમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. પેટ્રોલના ભાવમાં 18 પૈસાના વધારા સાથે 84.10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 23 પૈસા વેચાઇને 75.14 રૂપિયા પ્રતિ લિટર થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.