બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર, જાણો તમારા શહેરમાં તેલના ભાવ

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 08:18  |  સ્ત્રોત : Moneycontrol.com

ગયા મહિને જ્યારે દેશ અનલોક તરફ આગળ વધવા લાગ્યો હતો, ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ વધારો થવા લાગ્યો હતો. પેટ્રોલ-ડીઝલના કિમત (petrol diesel retail price) રોજ નવા રિકોર્ડ બનીવી રહ્યા છે. પરંતુ આ સપ્તાહ આજે સતત ચોથા દિવસે છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે કે, તેલના ભાવ સ્થિર છે. કુલ મળીને આજે ફરીથી ચેલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપી છે. ગયા મહિને સતત 21 દિવસ સુધી ફ્યૂલના ભાવમાં વધારો કર્યા પછી, ગયા એક સપ્તાહ સુધી લોકોને થોડી રાહત મળી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.


જાણો તમારા શહેરમાં તેલનો ભાવ


દિલ્હીમાં આજે 11 જુલાઈના પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. એટલે કાલના ભાવથી પેટ્રોલ-ડીઝલ વેચાય રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 80.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.78 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાય રહ્યા છે.


મુંબઈમાં પેટ્રોલ કાલના ભાવ 87.19 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી આજે વેચાઈ રહ્યા છે. આ રીતે ડીઝલ પણ કાલના ભાવ 79.05 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી આજે પણ વેચાઈ રહ્યા છે.


કોલકતામાં પેટ્રોલના ભાવ 82.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.89 રૂપિયા પ્રતિ લીટર છે.


ચેન્નઈમાં પેટ્રોલ 83.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.91 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે.


બેંગ્લોરમાં પેટ્રોલ 83.04 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 76.79 રૂપિયા પ્રતિ લીટર છે.


તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.