બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ બદલાવ નહીં, જાણો તમારા શહેરમાં તેલના ભાવ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2020 પર 08:46  |  સ્ત્રોત : CNBC-Bajar

Petrol Diesel Price: સરકારી તેલ કંપનીઓ (Government oil companies) એ આજે તેલની કિંમતોમાં કોઈ બદલાવ નથી કર્યા. તેની પહેલા લગાતાર બે દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કપાત કરવામાં આવી હતી. ત્યાં ઈંટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં નરમી બનેલી છે. જેની અસર ડોમેસ્ટિક માર્કેટમાં પણ દેખાય રહી છે. આજે પૂરા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જ્યાંના ત્યાં બનેલા છે. કાલે પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22-24 પૈસા સુધી આજે કપાત થઈ હતી.

જાણો તમારા શહેરમાં તેલના ભાવ

દિલ્હીમાં આજે 16 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલના ભાવ લિટર દીઠ 81.55 રૂપિયા અને ડીઝલના ભાવ 72.56 રૂપિયા પ્રતિ લિટર છે. ગઈકાલે પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 22 પૈસા સસ્તુ થયું છે.

મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 88.21 અને ડીઝલ 79.05 રૂપિયા પ્રતિ લિટર છે. ગઈકાલે પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 24 પૈસા સસ્તુ થયું છે.

આજે પણ કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે. પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 83.06 અને ડીઝલ 76.06 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ગઈકાલે પેટ્રોલના 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો ઘટાડો થયો હતો.

એ જ રીતે, ચેન્નાઇમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ 84.57 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ 77.91 ગઈકાલે પેટ્રોલ 15 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો થયો હતો.

બેંગ્લોરમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. એટલે કે અહીં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલ 84.20 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 76.82 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ગઈકાલે 18 ડીઝલ અને 24 પૈસા સસ્તુ થયા હતા.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.