બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

પેટ્રોલ-ડીઝલના ભાવ 03 ઓક્ટોબર, 2019: બે દિવસના સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યો, જાણો આજનૌ નવો રેટ!

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

તેલના ભાવમાં લાગેલી આગ હવે શાન્ત થતી દેખાય રહી છે. સાઉદી અરબના તેલ કંપનીઓમાં લાગેલી આગ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. હવે ગ્લોબલ સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે તેલના ભાવમાં થોડી નરમાસ જોવા મળી રહી છે. અપેક્ષા કરી રહ્યા છે કે જેવી રીતે તેલના ભાવમાં વધારો થયો હતો, તેવી રહી તે આવનારા સમયમાં તેલાનાં ભાવમાં નરમાશ જોવા મળી શકે છે. આમ પણ તેલના ભાવ બે દિવસ સુધી સ્થિર રહીને પછી ભાવમાં ઘટાડો આવ્યો છે.


અમને જણાવો કે આજે તમારા શહેરમાં દર શું છે?


આજે ગુરૂવાર, 03 ઓક્ટોબરના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસાથી ઘટીને 74.51 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. તો ડીઝલ 67.43 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો થયો છે.


મુંબઈમાં પેટ્રોલ 10 પૈસાથી ઘટીને 80.11 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. મુબંઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 70.69 રૂપિયા છે. મુંબઇમાં ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો થયો છે.


એ જ રીતે આજે કોલકાતામાં પેટ્રોલ 9 પૈસાથી ઘટીને 77.14 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. ડીઝલ 6 પૈસાથી ઘટીને 69.79 રૂપિયા પ્રતિ લિટરથી વેચાય રહ્યું છે.


એ જ રીતે આજે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 77.40 છે. પેટ્રોલનો ભાવમાં 10 પૈસાનો ઘડાટો થયો છે. ડીઝલમાં 6 પૈસાના ઘટાડા સાથે 71.24 રૂપિયા પ્રતિ લિટર છે.


જણાવીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગે નવો ભાવ રજૂ થઇ જાય છે.