બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

પેટ્રોલ-ડીઝલના ભાવ 04 ઓક્ટોબર, 2019: સતત બીજા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ચેક કરો આજના રેટ!

ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

સાઉદી અરબના તેલ કંપની પર થયેલા હમલા બાદ સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવ પર રોક લાગી ગઇ છે. આ સપ્તાહથી તેલના ભાવમાં ઘટાડો દેખાય રહ્યો છે. ભારતમાં 3 ઓક્ટોબર એટલે કે ગુરૂવારે તેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો, તો શુક્રવારે પણ યથાવત રહ્યું હતું.


આજે દેશભરમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો છે. ગુરુવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવમાં 6 પૈસા ઘટાડો થયો છે.


આજે એટલે કે 4 ઓક્ટોબર, 2019 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલ 74.33 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલ 67.35 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.


મુંબઈમાં પેટ્રોલ 18 પૈસાથી વધીને 79.93 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. મુબંઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 69.71 રૂપિયા છે. મુંબઇમાં ડીઝલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો છે.


એ જ રીતે આજે કોલકાતામાં પેટ્રોલ 18 પૈસાથી ઘટીને 76.96 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. ડીઝલ 8 પૈસાથી ઘટીને 69.71 રૂપિયા પ્રતિ લિટરથી વેચાય રહ્યું છે


એ જ રીતે આજે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 77.22 છે. પેટ્રોલનો ભાવમાં 19 પૈસાનો ઘડાટો થયો છે. ડીઝલમાં 9 પૈસાના ઘટાડા સાથે 71.16 રૂપિયા પ્રતિ લિટર છે.