બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

પેટ્રોલ-ડીઝલના ભાવ 9 સપ્ટેમ્બર, 2019: પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા દૈનિક બદલાવમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. એટલે પેટ્રોલના ભાવમાં રવિવારથી કોઇ પણ બદલાવ નથી આવ્યો. એવી રીતે ડીઝલના ભાવ પણ સ્થિર છે. ડીઝલના ભાવમાં શનિવારથી કોઇ પણ ફેરફાર નથી આવ્યો.


જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો


આજે સોમવારે, 09 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં પેટ્રોલ 71.71 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. ગઇ કાલના મુકાબલે આજ પેટ્રોલના ભવમાં કોઇ પણ પરિવર્તન નથી આવ્યુ. તો ડીઝલ 65.09 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઇ રહ્યું છે. ડીઝલના ભાવ 7 સપ્ટેમ્બર એટલે કે શનિવારથી સ્થિર છે.


મુંબઈમાં પેટ્રોલના ભાવ 77.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ગઇ કાલના મુકાબલે અહીં પેટ્રોલના ભાવ પણ સ્થિર છે. ડીઝલનો ભાવ પ્રતિ લિટર 68.26 રૂપિયા છે. ડીઝલના ભાવ 7 સપ્ટેમ્બર એટલે કે શનિવારથી સ્થિર છે.


એ જ રીતે આજે કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 74.44 છે. ગઈકાલની મુકાબલે કોલકાતામાં પેટ્રોલના ભાવ સ્થિર છે. ડીઝલની કિંમત 67.50 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલના ભાવ શનિવારથી સ્થિર છે.


એ જ રીતે આજે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 74.51 છે. ડીઝલની કિંમત 68.79 રૂપિયા પ્રતિ લિટર છે. અહી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.


જોઇએ તો દેશના ચારે મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવ સ્થિર છે અને ડીઝલના ભાવમાં શનિવારથી કોઇપણ બદલાવ નથી થયો. દેશના કેટલાક ભાગોમાં ઉત્સવનો મોસમ પણ શરૂ થઈ ગયું છે. આવમાં તેલના ભાવ સ્થિર રહેવાથી સામાન્ય લોકોને રાહત મળી રહી છે.