બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી ટેકાના ભાવે વધુ મગફળી ખરીદાશે

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌરાષ્ટ્રમાંથી ટેકાના ભાવે વધુ વધુ 1 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાશે. ગુજકોટે 42 મંડળીઓને ખરીદી માટે જવાબદારી સોંપી છે. જો કે આ ખરીદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને જ મગફળી ખરીદીની જવાબદારી સોંપવામા આવી છે. આ વખતે ખરીદી કૌભાંડ રોકવા સરકારે અનેક નવા નિયમો બહાર પાડ્યા છે. જેમ કે મગફળીને ચાળીને ખરીદવામાં આવશે અને ખરીદી સમયે વીડિયો પણ ઉતારવામાં આવશે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે નવા નિયમોથી મગફળીની ખરીદીમાં પારદર્શિતા આવશે.