બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

મેટલ સેક્ટરમાં આવ્યું રિલાઇવલ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2019 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

એક વર્ષમાં મેટલ સેક્ટરમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યું છે. ગત સિઝનમાં 52 લો લાગતા દેખાયા હતા એ રિવાવ થયા છે. હાલમાં મેટલ સેક્ટરમાં તેજી આવતી જોવા મળી રહી છે. મેટલ સેક્ટર પર કેવી રીતે ફોકસ કરવું જોઇએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ, ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર, કિરણ જાધવ ડોટ કોમના જિજ્ઞેશ મહેતા પાસેથી.


2030-31 સુધીમાં ઉત્પાદન બમણું થશે. ઉત્પાદનમાં 300 mn ટનની વૃદ્ધી થશે. નાણાકિય વર્ષ 2018 સુધીમાં આયર્નના ઉત્પાદનમાં 129.32 થી 200.96 mn ટનની વૃદ્ધી થઇ છે. નાણાકિય વર્ષ 2019માં સ્ટીલ સેક્ટરમાં 5 ટકાના ગ્રોથનું અનુમાન હતો. 2018માં સ્ટીલની માગમાં 5.5 ટકાના ગ્રોથની આશા હતી. 2019માં સ્ટીલની માગમાં 6 ટકા ગ્રોથની આશા છે. ઈન્ફ્રા અને ઓટોમોટીવ ઉત્પાદનમાં વુદ્ધી છે.


મેટલ સેક્ટરને 100 ટકા એફડીઆઈની મંજૂરી છે. ખાનગી માલિકીની પરવાનગી છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો છે. મેટલ સેક્ટરની થોડી કંપનીઓને દરમાં છૂટ છે.


કુનાલ પરારની પસંદગીના શેર્સ-


ટાટા સ્ટીલ પર સ્ટૉપલૉસ રૂપિયા 360 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 395-410 છે. આ શેરને 2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.


હિંદુસ્તાન ઝિંક પર સ્ટૉપલૉસ રૂપિયા 209.80 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 225-232 છે. આ શેરને 2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.


જિજ્ઞેશ મહેતાની પસંદગીના શેર્સ-


વેદાંતા પર સ્ટૉપલૉસ રૂપિયા 142 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 154 છે. આ શેરને 2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.


નાલ્કો પર સ્ટૉપલૉસ રૂપિયા 40 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 65 છે. આ શેરને 2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.