બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

એનસીડીઈએક્સ પર કપાસ વાયદા ફરી શરૂ થશે

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 11:40  |  સ્ત્રોત : CNBC-Bajar

મળતા સમાચાર મુજબ એનસીડીઈએક્સ પર આવતીકાલથી કપાસ વાયદા ફરીથી શરૂ કરવામાં આવશે, અને 14 જૂનથી કપાસ એપ્રિલ 2019 વાયદામાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનસીડીઈએક્સ પર શંકર કપાસ વેરાયટીમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવી રહી છે. સાથે હવે કપાસમાં માત્ર એપ્રિલ, નવેમ્બર અને ફેબ્રુઆરી વાયદા જ ઉપલબ્ધ રહેશે. અગાવ એપ્રિલમાં કપાસના નવા વાયદાની લોન્ચિગને રોકવામાં આવી હતી.