બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

દેશમાં હીટવેવમાં વધારો, રાજસ્થાનના ચુરૂમાં 50 ડિગ્રી તાપમાન

ના રોજ પ્રકાશિત Wed, 27, 2020 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

હીટ વેવમાં સતત વધારો થઈ રહ્યો છે, આંકડાઓ જોઈએ તો રાજસ્થાનના ચુરૂમાં સૌથી વધારે 50 ડિગ્રી તાપમાન નોંધાયું, સાથે જ દિલ્હીમાં 18 મે બાદથી સૌથી વધારે 46 ડિગ્રી તાપમાન રહ્યું, આની વચ્ચે IMD તરફથી રાહતના સમાચાર મળ્યા છે, અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આવનાર 24 કલાકમાં બંગાળની ખાડી સુધી ચોમાસું પહોંચી જશે, અને લગભગ 5 જૂન સુધી તે કેરળ પહોંચી શકે છે. સાથે જ IMD દ્વારા આ વર્ષે 100% સામાન્ય વરસાદ રહેવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે.