બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સેબી આપી શકે છે મ્યૂચઅલ ફંડને મંજૂરી

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

કૉમોડિટી બજારમાં મ્યૂચઅલ ફંડની એન્ટ્રી થઈ શકે છે. સાથે જ પોર્ટફોલિયો મેનેજર્સને પણ બજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. બજાર રેગ્યુલેટર સેબીએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


ગઈકાલે સેબીએ આ મુદ્દે કન્સલટેશન પેપર બહાર પાડ્યું હતું, જેમાં લોકો પાસેથી સલાહ-સૂચનો માગ્યા છે. સેબીને આ માટેના સલાહ-સૂચનો આ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી આપવાના છે. હવે સ્થાનિક કૉમોડિટી બજારમાં મ્યૂચઅલ ફંડોનું શું મહત્વ છે અને ક્યા સુધી આ સંભવ બને છે તે જોવાનું રહ્યું.