બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

સોનાની સાથે ચાંદીમા પણ તેજી દેખાઇ રહી છે. કોમેક્સ પર 25 ડોલરની ઉપર તો સ્થાનિક બજારમાં 67220નાં લેવલ દેખાઇ રહ્યાં છે.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2021 પર 12:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેડના ડોવિસ સ્ટેન્સની આશામાં આજે સોનામાં તેજી સાથેનો કારોબાર દેખાઇ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાંજ fomcની બેઠક પણ થવાની છે. તો કોવિડ ડેલ્ટા વેરિઅન્ટના કેસ વધવાથી સોનાની સેફ હેવન બાયિંગમાં પણ વધારો થઇ રહ્યો છે. પરંતુ SPDR ગોલ્ડ ETFની હોલ્ડિંગમાં 1.17 ટનનો ઘટાડો નોંધાયો એટલે કે SPDR ગોલ્ડની હોલ્ડિંગ 14 મે 2021ના સૌથી નીચલા સ્તરે રહી તો સાથે જ ગોલ્ડ ઇમ્પોર્ટમાં વધારો થયો છે એપ્રિલ-મે દરમિયાન $7.9 અબજનું ગોલ્ડ ઇમ્પોર્ટ.

સોનાની સાથે ચાંદીમા પણ તેજી દેખાઇ રહી છે. કોમેક્સ પર 25 ડોલરની ઉપર તો સ્થાનિક બજારમાં 67220નાં લેવલ દેખાઇ રહ્યાં છે.

મેટલ્સમાં LME પર મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ખાસ કરીને આપણે કોપરની અંદર એક્શન જોઇ હતી. 2021ના પહેલા 4 મહિનામાં ચાઇનાની બેઝ મેટલની માગમાં 4.5%નો વધારો થયો છે અને જેને કારણે કોપરની કિંમતો 1% વધતી દેખાઇ. સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ કોપરમા તેમજ અન્ય મેટલ્સમાં પણ લગભગ તેજી સાથેનો કારોબાર નોંધાઇ રહ્યો છે.

ક્રુડઓઇલની કિંમતોમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે.  યુરોપ તેમજ અન્ય સાઉથઇઇસ્ટ એશિયાના દેશોમાં ડેલ્ટા વેરિયરન્ટનાં કોવિડ કેસિસમાં વધારો થતા નવા લોકડાઉન કે કરફ્યુ લાગતા માંગ ઘટવાની ચિંતાએ ક્રૂડમાં દબાણ બની રહ્યું છે. બ્રેન્ટ 74 ડોલરની નીચે કારોબાર કરી રહ્યો છે.

નેચરલ ગેસમાં આજે આપણે અડધા ટકા કરતા વધુ દબાણ સાથેનો કારોબાર જોઇ શકીએ છીએ, લગભગ 300 આસપાસનાં લેવલ પર નેચરલ ગેસમાં કારોબાર.

હાલ સુધી સોયાબીન વાવણીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સૌથી પાછળ છે, જોકે છેલ્લા એક અઠવાડિયાથી સારા વરસાદના કારણે વાવણી વધવાના અનુમાન બની રહ્યા છે, તો હાલ સુધી મહારાષ્ટ્રમાં સોયાબીનની વાવણી 7% વધુ થઈ છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, NCDEX પર તેલીબિયા પાકોનો વાવેતર વિસ્તાર ઘટતા અને ખાધ્યતેલોની આયાત ઘટતા 5%ની તેજી, મસાલાપેકમાં મિશ્ર કારોબાર, હળદળમાં દોઢ ટકા આશપાસની તેજી તો જીરામાં લગભગ 1 ટકાનું દબાણ.