બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

MP અને મહારાષ્ટ્રની બજારોમાં આવકના કારણે સોયાબીનની કિંમતો પર દબાણ રહ્યું.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 12:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેડની બેઠકના આઉટકમ પહેલા સોનામાં રિકવરી જોવા મળી, મિશ્ર US આંકડાઓના કારણે સોનામાં નીચલા સ્તરેથી ખરીદી ફરતા કિંમતોને સપોર્ટ મળ્યો, COMEX પર ભાવ 1777 ડૉલરના સ્તરની પાસે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ₹46,636ના લેવલ્સ જોવા મળી રહ્યા છે.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચતી જોવા મળી, પણ સ્થાનિક બજારમાં ₹70,000 ના સ્તરની ઘણી નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

ચીનના Evergrande સંકટના કારણે LME પર ગઈકાલે મોટાભાગની મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જોકે આજે સ્પોટ માર્કેટ તરફથી સારી માગના કારણે એલ્યુમિનિયમમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર નોંધાઈ રહ્યો છે.

US ઇન્વેન્ટરીમાં ઘટાડાથી આજે NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાની રિકવરી જોવા મળી, તો બ્રેન્ટમાં 75 ડૉલરની ઘણી પાસે કારોબાર રહ્યો, રશિયામાં વૈશ્વિક ઓઈલની માગમાં આશા કરતા ઓછા સુધારાથી અને ગલ્ફ ઓઈલમાં ઉત્પાદન બંધ હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ગઈકાલની નરમાશ બાદ આજે નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાની રિકવરી સાથે 356ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

હવે વાત કરીએ એગ્રી કૉમોડિટીઝની તો, MP અને મહારાષ્ટ્રની બજારોમાં આવકના કારણે સોયાબીનની કિંમતો પર દબાણ રહ્યું, હાલ સુધી પાકની સ્થિતિને જોતા મહારાષ્ટ્રમાં આ વર્ષે ઉત્પાદન વધવાના અનુમાન છે, તો વરસાદને જોતા સરકારી અનુમાન કરતા સોયાબીન ઉત્પાદન ઓછું રહેવાના સમાચાર મળી રહ્યા છે.

ત્યારે જ તેલિબીયાની ઓછી સપ્લાય અને નવા પાકની મોડી આવકના કારણે રાઈની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ રહી શકે, ઓગસ્ટના ઉપલા સ્તરેથી ગુવારગમમાં 20 અને ગુવારસીડમાં 17%નો ઘટાડો નોંધાયો, જોકે હવે તેમા રિકવરી દેખાઈ રહી છે, મસાલા પેકની વાત કરીએ તો, વધુ વરસાદના કારણે ખરીફ અને રવી પાકની વાવણી મોડી થવાના અંદાજથી કિંમતોને સપોર્ટ મળ્યો, તહેવારી સીઝનના કારણે માગ વધવાની આશાએ ધાણાંની કિંમતોમાં તેજી રહી, પણ નવા પાકની આવકનું પ્રેશર રહેતા હળદરમાં આવનાર દિવસોમાં દબાણ જોવા મળી શકે.