બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

MCX કોટનના ભાવમાં દોઢ ટકા કરતા વધારે વઘ્યા છે સાથે જ કપાસિયા ખોળમાં આજે ખરીદદારી જોવા મળી રહી છે.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2021 પર 12:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકામાં સતત ઘટી રહેલી ઈન્વેન્ટરી અને શિયાળાને કારણે માગ વધવાના અનુમાનને પગલે આજે બ્રેન્ટ 79 ડોલરને પાર પહોંચ્યું છે. આ સાથે જ બીજી તરફ એશિયામાં પણ મુસાફરીમાં વધારો થતા માગમાં વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે સાડા ત્રણ ટકાના ઉછાળા બાદ આજે ફરી ઉછાળા તરફનો કારોબાર છે.

નેચરલ ગેસમાં આજે સાડા ત્રણ ટકાનો ઉછાળો છે. આજે નેચરલ ગેસના ભાવ વધીને સાડા સાત વર્ષની ઉંચાઈએ પહોંચતા જોવા મળ્યા છે.

મેટલ્સમાં  આજે મિશ્ર કારોબાર છે. કોપર, નિકલ અને લેડમાં ઉછાળો છે જ્યારે એલ્યુમિનિયમ અને ઝીંકમાં દબાણ છે. ચીનમાંથી માગ વધે હાલ તેવી કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી અને EVERGRANDEની સમસ્યાનો ઉકેલ પણ આવ્યો નથી. જેના કારણે મેટલમાં દબાણ જોવા મળી રહ્યું છે.

ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સાડા બાવીસ ડોલરની ઉપર છે.

હવે વાત કરીએ એગ્રી કૉમોડિટીઝની તો, કપાસમાં આજે તેજી છે. MCX કોટનના ભાવમાં દોઢ ટકા કરતા વધારે વઘ્યા છે સાથે જ કપાસિયા ખોળમાં આજે ખરીદદારી જોવા મળી રહી છે. કોટનનું ઉત્પાદન ઓછું રહેવાનું અનુમાન છે જેના પગલે હજુ પણ ઉછાળો યથાવત્ દેખાઈ રહ્યો છે. ગયા સપ્તાહની મસાલા પેકની તેજી આજે પણ યથાવત છે. તો ક્રૂડની તેજીના પગલે ગુવાર ગમ અને ગુવાર સીડની તેજી પણ આગળ વધી છે. આજે એરંડા અને રાયડામાં દબાણ જોવા મળી રહ્યું છે.