સોનામાં શુક્રવારની તેજીનો દોર આજે પણ યથાવત્ છે. તો સાથે આંતરારાષ્ટ્રીય બજારમાં આજે કારોબાર બંધ છે. ઉલ્લેખનિય છે કે ઐતિહાસિક ઉચ્ચતમ સ્તરેથી નીચે પટકાયા બાદ અને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમી વૃદ્ધિની અપેક્ષાએ શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. તો સાથે શુક્રવારે US ડૉલરમાં આવેલા ઘટાડાની અસર સોના પર જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પોઝીટીવ કરોબાર સાથે 55 હજારની ઉપરના સ્તર જોવા મળી રહ્યા છે.
તો સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદી પા ટકાની તેજી સાથે 69,570 ને પાર કારોબાર કરી રહ્યું છે.
ક્રૂડ ઓઈલ 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા, જ્યાં બ્રેન્ટમાં 85 ડૉલરની ઉપર પહોંચ્યા, તો ન્યૂ યર હોલી ડે નિમિત્તે આજે માર્કેટ બંધ હોવાથી nymex ક્રૂડની કિંમતો ઉપલબ્ધ નથી, પણ શુક્રવારે nymex ક્રૂડમાં 80 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. 2022માં બ્રેન્ટની કિંમતો 10% વધતા જોઈ, જ્યારે US ક્રૂડમાં 7 ટકાની તેજી જોવા મળી, 2020માં કોવિડ પેન્ડામિકના કારણે બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ કિંમતોમાં રિકવરી જોવા મળી.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં કિંમતો આશરે અડધા ટકા ઘટીને 374ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં શુક્રવારે ચાઈનામાં કોવિડના કેસ ફરી વધતા માંગ ઘટવાની આશંકાએ કોપરમાં દબાણ જોવા મળ્યું, ઉલ્લેખનિય છે કે વર્ષ 2018 બાદથી કોપરની કિંમતો પહેલીવાર 2022માં 13 ટકા જેટલી ઘટતી જોવા મળી, પણ LME ડિલિવરેબલ મેટલ્સની અછતના કારણે નિકલમાં 45 ટકાનો ઉછાળો જોવા મળ્યો.
હવે એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં જીરામાં ફરી એક વાર તેજીનો તડકો લાગ્યો, NCDEX પર કિંમતો અપર સર્કિટ સાથે 32,720ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી, ધાણામાં પણ અડધા ટકાની તેજી રહી, પણ હળદરમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે ગુવાર પેકની તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યા કિંમતોમાં અડધા ટકાની મજબૂતી છે, એરંડામાં પણ અડધા ટકાથી વધુની તેજી રહી, તો કપાસિયા ખોળમાં પણ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.