US CPIનાં આંકડા જાહેર થવા પહેલા સોનામાં તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં COMEX પર ભાવ 1883 ડૉલરની ઉપર છે, તો સ્થાનિક બજારમાં 55,841ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. રૂપિયામાં નરમાશના કારણે આજે સ્થાનિક બજારમાં સોનામાં મજબૂતી જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાની તેજી સાથે 68,427ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડમાં રાતોરાત કિંમતો 3 ટકા જેટલી વધતી દેખાઈ, ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ચાઈના તરફથી માંગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, જ્યાં બ્રેન્ટમાં 83 ડૉલરની પાસે કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 77 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જો કે સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ રહેતો જોવા મળ્યો. US ઇન્વેન્ટરી 18.96 મિલિયન bblથી વધી, પણ રશિયન ઓઈલ પર પ્રતિબંધોની ચિંતાના કારણે ક્રૂડની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર નોંધાઈ રહ્યો છે.
નેચરલ ગેસમાં ફરી રિકવરી આવતા સ્થાનિક બજારમાં આશરે એક ટકાની મજબૂતી સાથે 301ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલની તેજી બાદ LME પર અને સ્થાનિક બજારમાં મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, ગઈકાલે ચાઈના તરફથી માંગ વધવાની આશાએ કોપરની કિંમતોમાં 2.6%નો વધારો અને એલ્યુમિનિયમમાં 1.1 ટકાની તેજી જોવા મળી હતી. જો કે નફાવસુલીની અસર રહેતા ફરી મેટલ્સમાં નરમાશ દેખાઈ રહી છે.
હવે એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં આજે ફરી એક્શન જોવા મળી, જ્યાં જીરા, ધાણા અને હળદરમાં લગભગ પા ટકાથી વધુની તેજી રહી, ગુવાર પેકમાં પણ મજબૂતી યથાવત્ છે, પણ ગુવારગમમાં એક ટકાની તેજી રહી, તો કપાસિયા ખોળમાં પણ આશરે અડધા ટકાની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો એરંડામાં પણ સારી તેજી દેખાઈ રહી છે.