હાલમાં જ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 2022-23ની સિઝન માટે કોટનનું ઉત્પાદન ઘટાડવાનું અનુમાન જાહેર કર્યું છે. અનુમાન તેમણે 9.25 લાખ ઘાંસડીથી ઘટાડીને 330.50 લાખ ઘાંસડી પર રાખ્યું છે.
CAIએ અનુમાન ઘટાડ્યું
2022-23 માટે CAIએ કોટનના ઉત્પાદનનું અનુમાન ઘટાડ્યું. અનુમાન 9.25 ઘાંસડીથી ઘટાડી 330.50 લાખ ઘાસડી કર્યું. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઉત્પાદન ઓછું રહી શકે. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટી શકે. માત્ર ગુજરાતમાં ઉત્પાદનમાં થોડુ વધવાનું અનુમાન છે. 12 લાખ ઘાંસડીની આયાત થવાનું અનુમાન છે. એક્સપોર્ટનું અનુમાન પણ ગયા વર્ષની સરખામણીએ ઘટાડ્યું. એક્સપોર્ટનું અનુમાન 47 લાખ ઘાંસડીથી ઘટાડી 30 લાખ ઘાંસડી કર્યું.
હવે એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ઘટાડેલા કપાસના ઉત્પાદનના અનુમાનને પગલે આજે હવે કપાસિયા ખોળ અને કપાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે એરંડામાં સારી એવી તેજી છે..જીરામાં આજે પણ તેજી છે.. ધાણામાં આજે એક ટકાનો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધાણામાં હવે થોડા વખતમાં પાક આવશે આ વખતે માત્ર ગુજરાતમાં જ ધાણાનું ઉત્પાદન સવા બે લાખ હેક્ટરમાં થયું છે.
સોનાએ આજે MCX પર નવા રેકોર્ડ બનાવ્યા છે. સતત બીજા સત્રમાં સોનાએ રેકોર્ડ બનાવ્યા છે અને આજે સોનાનો ભાવ 56562ની નજીક પહોંચી ગયો હતો. હાલમાં USમાં પણ સોનું 9 મહિનાના ઉપલા સ્તરની પાસે છે અને ડોલર ઈન્ડેક્સમાં પણ સાત મહિનાના નીચલા સ્તર પાસે છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે આવેલા મોંઘવારીના આંકડાને પગલે હવે ફેબ્રુઆરીમાં ફેડ દ્વારા વ્યાજદર વધારો ઓછો કરવામાં આવે તેવી આશા છે. આ તમામ કારણોને લીધે આજે સોનામાં ઉછાળો જોવા મળ્યો છે.
mcX પર ચાંદીમાં આઠ મહિનાના ઉપલા સ્તરની નજીક કારોબાર છે અને ગયા સપ્તહાથી ઉપરના સ્તરે હાલ બજાર કામ કરી રહ્યું છે. comex પર પણ આજે ચાંદીમાં તેજી છે.
ક્રૂડમાં આજે સામાન્ય દબાણ છે. ગયા સપ્તાહે ક્રૂડમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો જેના કારણે આજે ઉપલા સ્તરે નફાવસૂલી જોવા મળી રહી છે. આ સાથે જ ચીનમાં માગ સારી છે અને ડોલર ઈન્ડેક્સ પણ 7 મહિનાના નીચલા સ્તરે છે. આ ઉપરાંત આવતા મહિને OPECની બેઠક મળવાની છે જેના પર પણ હાલ બજારની નજર રહેલી છે.
નેચરલ ગેસમાં આજે સામાન્ય ઉછાળા સાથેનો કારોબાર છે.
આજે LME પર કોપરમાં તેજી છે. પરંતુ MCX પર કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક ત્રણેયમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. LME પર કોપર 7 મહિનાના ઉપલા સ્તરની નજીક છે. ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાના પગલે ઉત્પાદન ખોરવાયું છે અને બ્રાઝીલમાં હવામનના ફેરફારને કારણે ઉત્પાદનમાં ઘટાડો આવવાની વકી છે જેના કારણે આ ઉછાળો નોંધાયો છે.