કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ - what is at stake today is whether the attachment commodity live | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવતા કોપરમાં આજે ઘટાડો છે. પરંતુ કોપર 7 મહિનાના ઉપલા સ્તરની નજીક છે.

અપડેટેડ 02:21:09 PM Jan 17, 2023 પર
Story continues below Advertisement

ડોલર ઈન્ડેક્સમાં આવેલા ઘટાડા અને બોન્ડ યીલ્ડમાં આવેલા ઉછાળાને પગલે આજે સોનામાં ઘટાડો છે. MCX પર સોનાએ ગઈકાલે નવા રેકોર્ડ સ્તર બનાવ્યા બાદ આજે સામાન્ય નફાવસૂલી જોવા મળી છે તો બીજી તરફ કોમેક્સ પર પણ સોનું 9 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યું છે.

ડોલર ઈન્ડેક્સના ઉછાલાની અસર આજે ચાંદી પર પણ આવી છે. ચાંદીમાં આજે ઘટાડા સાથેનો કારોબાર છે. કોમેક્સ પર ચાંદી અડધા ટકા જેટલી ઘટી છે તો MCX પર ચાંદીના ભાવ 69600ની આસપાસ છે.

ક્રૂડમાં આજે ઉછાળો છે. બ્રેન્ટના ભાવ મજબૂતી સાથે 85 ડોલરની નજીક છે. તો wti ક્રૂડમાં આજે ઘટાડા સાથેનો કોરાબોર છે. ડિસેમ્બરમાં ચીનમાં ફેક્ટરી એક્ટિવિટી 3 વર્ષના નીચલા સ્તરે પહોંચી છે જેના કારણે ફરી એકવાર માગ ઘટવાની આશંકાએ દબાણ બની રહ્યું છે. આ ઉપરાંત આજે OPECનું માર્કેટ આઉટલૂક જાહેર થશે સાથે જ IEAનો રિપોર્ટ આવતી કાલે આવશે તેના પર હવે બજારની નજર છે.

નેચરલ ગેસમાં આજે તેજી સાથે કારોબાર છે.

મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવતા કોપરમાં આજે ઘટાડો છે. પરંતુ કોપર 7 મહિનાના ઉપલા સ્તરની નજીક છે. તો LME પર એલ્યુમિનિયમ પણ સાત મહિનાના ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યું છે. LME ઝિંકમાં આજે એકટ ટકાનો ઘટાડો છે પરંતુ MCX પર સામાન્ય મજબૂતી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલની કિંમતોમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાકઈને સરકાર બજેટમાં ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી વધારી શકે છે. ગયા એક વર્ષમાં ભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.

આજે હળદરમાં સતત બીજા દિવસે તેજી છે. મસાલા ઉત્પાદકો પાસેથી સારી માગ રહેતા આજે પણ હળદરમાં તેજી સાથેનો કારોબાર છે. તો બીજી તરફ જીરામાં આજે દબાણ છે. ધાણામાં પણ દબાણ સાથેનો સીલસીલો યથાવત્ છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કોટનના અનુમાનમાં કરેલા ઘટાડા બાદ આજે ફરી તેજી છે. મેન્થા તેલમાં પણ ઘટાડો આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 11:14 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.