કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ - what is at stake today is whether the attachment commodity live | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

COMEX પર ચાંદીમાં દબાણ સાથે 24 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. MCX પર ચાંદીમાં આજે 69,500ની નીચે કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 02:45:37 PM Jan 18, 2023 પર
Story continues below Advertisement

ડૉલર ઇન્ડેક્સ અને US ટ્રેઝરી યીલ્ડમાં રિકવરી અને USના પ્રોડ્યુસર પ્રાઈસ ઇન્ડેક્સના આંકડા પહેલા સોનામાં 1931ના ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું, જોકે COMEX પર ભાવ 1900 ડૉલરની ઉપર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 56,273ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે..

સોના-ચાંદીની ચમક ઓછી થઈ

COMEX પર સોનું 1931 ડૉલરના ઉપલા સ્તરેથી ઘટ્યું. COMEX પર સોનું આજે 1900 ડૉલરના સ્તરે આવ્યું. આજે MCX પર સોનું 56,300ની નીચે પહોંચ્યું. 16 જાન્યુઆરીએ MCX પર સોનાએ 56,500ના હાઈ બનાવ્યા હતા. COMEX પર ચાંદીમાં દબાણ સાથે 24 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. MCX પર ચાંદીમાં આજે 69,500ની નીચે કારોબાર થઈ રહ્યો છે.

સોના-ચાંદીમાં દબાણના કારણો

ડૉલરમાં મજબૂતીથી કિંમતો ઘટી. 2 દિવસમાં ડૉલર ઇન્ડેક્સ લગભગ 1% સુધી વધ્યો. આજે ડૉલર ઇન્ડેક્સે 102.90ના હાઈ બનાવ્યા. આ સપ્તાહે US ફેડના ઘણા અધિકારીઓના ભાષણ પર નજર આવી રહ્યા છે. આજે USના PPI, રિટેલ વેચાણ અને IIP આંકડાઓ પર નજર રહેશે.

સોના સાથે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાનું દબાણ જોવા મળ્યું, તો સ્થાનિક બજારમાં 70,000ના સ્તરની નીચે કારોબાર થઈ રહ્યો છે, જોકે ઓછી ઇન્વેન્ટરી અને સોલાર ઇન્ડસ્ટ્રી તરફથી માંગ વધતા નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે.

ચાઈના તરફથી માગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોમાં ફરી રિકવરી જોવા મળી, રાતોરાત કિંમતો 2 ટકા વધીને બ્રેન્ટમાં 86 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડની કિંમતો 80 ડૉલરની ઉપર પહોંચી, OPECના અનુમાન મુજબ 2023માં ક્રૂડની માંગ 2.22 mbpdથી વધી શકે છે.

ક્રૂડમાં કારોબાર

રાતોરાત કિંમતો 2 ટકા વધી. કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. ઓપેકનું કહેવુ છે કે 2023માં ક્રૂડની માંગ 2.22 mbpdથી વધી શકે.

ક્રૂડમાં તેજીના કારણો

માગ વધવાની આશાએ કિંમતોમાં તેજી યથાવત છે. ચાઈનામાં રિ-ઓપનિંગના કારણે માગમં સુધારાની આશા છે. ઓપેકનું કહેવુ છે કે 2023માં 2.22 MBPD માગની આશા છે. ફેબ્રુઆરીમાં OPECની બેઠક થશે.  રશિયન ક્રૂડ પર પ્રતિબંધથી સપ્લાયને લઈ ચિંતા છે. રશિયન ક્રૂડ પર EUનો પ્રતિબંધ ફેબ્રુઆરીથી લાગૂ થશે. આજે આવશે IEAનો ક્રૂડ માર્કેટ રિપોર્ટ.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની તેજી સાથે 300ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ગઈકાલની સારી તેજી બાદ બેઝ મેટલ્સમાં ફરી દબાણ બનતું દેખાયું, જ્યાં LME અને સ્થાનિક બન્ને બજારમાં દબાણ સાથેનો કારોબાર નોંધાયો,  ચાઈના અને USના નબળા અર્થતંત્રના આંકડાના કારણે ઇન્ડસ્ટ્રીયલ માંગ નબળી પડવાની આશંકાએ મેટલ્સમાં દબાણ બન્યું, પણ કોપરમાં 7 મહિનાના ઉપલા સ્તરની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે. ઓછી ઇન્વેન્ટરી અને પેરૂ, ચીલીમાં સપ્લાય વિક્ષેપના કારણે કોપરની કિંમતોમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે...

કોપરમાં કારોબાર

કોપર 7 મહિનાના ઉપલા સ્તરની નજીક છે. 2023માં ચીલી દ્વારા કોપર ઉત્પાદનમાં 6% ઘટાડાનું અનુમાન છે. કોપરની વૈશ્વિક ઈન્વેન્ટરી માત્ર 2 દિવસ ચાલે એટલી જ બચી છે. ઓછી ઇન્વેન્ટરી અને માગ વધવાની આશાએ કિંમતો વધી છે. પેરૂ અને ચીલીમાં સપ્લાય વિક્ષેપના કારણે કિંમતોને સપોર્ટ છે. ચીલીનું કોપર આઉટપુટ 2023માં હાલ સુધી 6 ટકા ઘટ્યું. LME અને શંઘાઈ ફ્યૂચર્સ પર ઇન્વેન્ટરી 186.4kt રહી. કુલ LME ઇન્વેન્ટરીમાં 50%નો ઘટાડો નોંધાયો. શાંઘાઈ વેરહાઉસ સ્ટોક્સ 2022માં વર્ષ 2007 પછીના સૌથી નીચા સ્તરે છે. એપ્રિલ 2022 બાદથી COMEX પર કોપરમાં નેટ લોન્ગ્સ વધ્યા. આજે USના PPI, રિટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પર નજર રહેશે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ, તો મસાલા પેકમાં જીરામાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, ધાણામાં આશરે એક ટકાનું દબાણ રહ્યું, પણ હળદરમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે...તો ગુવાર પેક તરફથી પણ મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં ગુવારગમમાં લગભગ દોઢ ટકાની મજબૂતી રહી, પણ ગુવારસીડમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે..તો એરંડા તરફથી ફ્લેટ ટૂ પોઝીટીવ સંકેતો મળી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2023 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.