સોનાની કિંમતોમાં નીચલા સ્તરેથી થોડો સુધારો આવ્યો છે અને કોમેક્લ પર 1858ની આસપાસ કિંમતો પહોચતી દેખાઇ રહી છે અને સ્થાનિક બજારમાં 56695 સુધી કિંમતો પહોચી છે. કિંમતોમાં ઘટાડો યથાવત્. કિંમતો ઘટીને 5 સપ્તાહના નિચલા સ્તરે પહોંચી. આજે USના મોંઘવારીના આંકડા પર બજારની નજર રહેશે.
કોમેક્સ પર ચાંદીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે અને સ્થાનિક બજારમાં અડધા ટકાની મજબુતી તરફ ચાંદી 66429 પર છે. કિંમતોમાં આજે પણ દબાણ યથાવત્. US ડૉલરમાં મજબૂતીના કારણે કિંમતો ઘટી. અનુમાન કરતા સારા અર્થતંત્રના આંકડાની અસર રહી.
ક્રૂડની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી અને બ્રેન્ટમાં ફરી 86 ડોલરની નીચે કારોબાર થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે us એ પોતાના રિઝર્વમાંથી 26 મિલિયન બેરલ ઓઇલ બહાર પાડયુ છે આ ઉપરાંત યુએસના cpi ડેટા પહેલા ઇન્વેસ્ટર પણ શોર્ટટર ડિમાન્ડ આઉટલુક પર ફોકસ કરી રહ્યાં છે.
કિંમતો ઉપલા સ્તરેથી ઘટી. USએ પોતાના રિઝર્વમાંથી 26 મિલિયન bbl ઓઈલ બહાર પાડ્યું. તુર્કીના સેહાન બંદરેથી અઝેરી ક્રૂડનો કાર્ગો રવાના થયો.
નેચરલ ગેસમાં લગભગ એક નાની રેન્જમાં કારોબાર થતો લાગી રહ્યો છે. પોણા ટકાની મજબુતી સાથે 202ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
usના CPI ના ડેટા પહેલા ડોલરમાં નરમાશથી LME પર તમામ મેટલમાં તેજી જોવા મળી. એલ્યુમિનિયમમાં શાર્પ સેલ ઓફ પછી શોર્ટ કવિરિગં આવતુ દેખાયુ તો કોપર ઉપર ડોલર ઇન્ડેક્સની નરમાશની અસર રહી. સ્થાનિક બજારની વાત કરીએ તો કિંમતો ઘટીને 5 સપ્તાહના નીચલા સ્તરની પાસે છે. ફેબ્રુઆરી 6 બાદથી કિંમતો ઘટી. LME પર સ્ટોક 50% ઉપર, 5.77 લાખ ટન રહ્યો.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં જીરામાં નરમાશ રહી, પણ હળદર અને ધાણામાં શરૂઆતી નરમાશ બાદ રિકવરી જોવા મળી, તો ગુવાર પેકમાં પણ સારી ખરીદદારી સાથેનો કારોબાર નોંધાયો, જ્યારે કપાસિયા ખોળમાં લગભગ અઢી ટકાની તેજી જોવા મળી રહી છે, પણ એરંડામાં પા ટકાથી વધુનું દબાણ બની રહ્યું છે.