ક્રૂડ ઓઈલમાં આજે લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં અડધા ટકાના દબાણ સાથે 6472 આસપાસ કારોબાર કરી રહ્યું છે. આ સાથે બ્રેન્ટ અને NYMEX પણ પોણા ટકાના દબાણ સાથે કારોબાર કરતુ જોવા મળ્યું. ક્રૂડના કારોબાર પર UAEના OPECમાંથી બહાર ન આવવા કારણે દબાણ જોવા મળી રહ્યું છે.
નેચરલ ગેસમાં દબાણ વધતું દેખાયું, જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો ઘટીને 224ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
સોનામાં તેજીનો ટ્રેડ જોવા મળ્યો, કોમેક્સ પર ભાવ 1855ના સ્તરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ રિકવરી આવતા સ્થાનિક બજારમાં ભાવ 64,818ના સ્તરની આસપાસ રહ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં 21 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
બેઝ મેટલ્સ આજે નરમાશ સાથે કારોબાર કરતુ જોવા મળ્યું. જ્યારે કોપરમાં ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર રહ્યો. ઉલ્લેખનીય છે કે ચાઈનાના ગ્રોથને લઈ ચિંતાથી કોપરમાં પણ ઉપલા સ્થરેથી ઘટાડો આવતો જોવા મળ્યો હતો, સાથે જ ચાઈનાના GDP આંકડા અનુમાન કરતા નબળા રહી શકે છે, જેના કારણે મેટલ્સમાં સુસ્તી જોવા મળી.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં જીરા, ધાણા અને હળદરમાં અડધા ટકાથી વધુની નરમાશ જોવા મળી, પણ ગુવાર પેકમાં સારી રિકવરી રહી, જ્યારે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.