બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સોના પર નજર કરીએ તો, સોનામાં પણ આજે દબાણ છે, અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પાછલા બે સપ્તાહના નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. કોમેક્સ પર હાલ સોનું 1320 ડૉલરની પાસે કારોબાર કરી રહ્યું છે.

ચાંદીની વાત કરીએ તો, ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, ચાંદીનો ભાવ 41 હજાર રૂપિયાની નીચે પહોંચ્યો છે, વૈશ્વિક બજારમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

મેટલ્સ પર નજર કરીએ તો,ચીનમાં લેડની કિંમતમાં ઉછાળો નોંધાયો છે, જોકે એલએમઈ પર લાડમાં નરમાશ સાથેનો કારોબાર તઈ રહ્યો છે, તો એલ્યુમિનિયમ અને ઝીંકમાં તેજી નોંધાઈ રહી છે.

ગઈકાલની તેજી બાદ કાચા તેલમાં ઉપરી સ્તરેથી દબાણ દેખઈ રહ્યું છે, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ઓપેકનું ઉત્પાદન ઘટવા અને અમેરિકા અને યૂરોપમાં ક્રૂડની માગ વધવાના અનુમાન કર્યા છે.


આવામાં બ્રેન્ટની કિંમત 55 ડૉલરની ઉપરના સ્તર પર પહોંચી ગઈ છે, જોકે અમેરિકામાં ભંડાર વધવાથી ઉપરી સ્તરેથી થોડો દબાણ દેખાઈ રહ્યો છે, તો દબાણ બાદ પણ નાયમેક્સ પર ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 49 ડૉલરની ઉપર છે. નેચરલ ગેસ પર નજર કરીએ તો, અમેરિકામાં ગેસોલીનના ભંડારમાં રેકોર્ડ સપ્તાહિક નરમાશ નોંધાઈ છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, ચમામાં ફરી નરમાશ નોંધાઈ રહી છે, જ્યારે સોયા તેલમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ગુવારગમ અને ગુવારસીડમાં ફરી નરમાશ નોંધાઈ રહી છે. મસાલા પેકમાં તેજી દેખાઈ રહી છે, તો એલચામાં તેજી બાદ નરમાશ ફરતી દેખાઈ રહી છે , જ્યારે કપાસીયા ખોળમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.