બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

સોના પર નજર કરીએ તો, સોનામાં લગભગ 1/4 ટકાની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, કોમેક્સ પર સોનું 1290 ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો, સોના સાથે ચાંદીમાં પણ તેજી નોંધાઈ રહી છે, ચાંદી 17 ડૉલરની ઉપર કારોબાર કરી રહી છે. ડિસેમ્બર વાયદા માટે ચાંદી હાલ 40358ના સ્તરની આસપાસ કારોબાર કરી રહી છે.

કાચા તેલ પર નજર કરીએ તો, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત ફરીથી વધી ગઈ છે, હાલ બ્રેન્ટ અને ડબ્લ્યૂટીઆઈ ક્રૂડમાં લગભગ અડધા ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે, અમેરિકામાં ક્રૂડનો ભંડાર 27 લાખ બેરલ ઘટી ગયો છે, તો અમેરિકામાં ક્રૂડના ઉત્પાદનમાં રોજ 81 હજાર બેરલની નરમાશ નોંધાઈ રહી છે. ડૉલરમાં નરમાશથી વૈશ્વિક બજારમાં ક્રૂડને બમણો સપોર્ટ મળી રહ્યો છે.

મેટલ્સ પર નજર કરીએ તો, એલએમઈ પર તમામ મેટલ્સમાં હલ્કી રિકવરી આવતી દેખાઈ રહી છે. ચાલૂ ખરીફ સીઝનમાં સોયાબીનનું ઉત્પાદન ઘટીને 91.45 લાખ ટન થવાના અનુમાન છે, જ્યારે પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 109.92 લાખ ટનનું થયું હતું. પાછલા વર્ષે નવા પાકની આવકના સમયે સોયાબીનનો સ્ટોક માત્ર 4.41 લાખ ટનનો હતો, જ્યારે ચાલૂ સીઝનમાં સ્ટોક 15 થી 16 લાખ ટનથી વધુ બચવાના અનુમાન છે.

સોયાબીનનું ઉત્પાદન વધવાની આશંકાથી કિંમતોમાં આગળ વધુ નરમાશ નોંધાવાના અનુમાન છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા) મુજબ ચાલૂ સીઝનમાં પ્રમુખ ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશમાં સોયાબીનનું ઉત્પાદન 45.39 લાખ ટન થવાના અનુમાન છે, જ્યારે પાછલા વર્ષે રાજ્યમાં 55.06 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. હાલ ખેડૂતો, વેપારીઓ પાસે લગભગ 15.93 લાખ ટન સ્ટોક બચવાના અનુમાન છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં નરમાશ યથાવત છે, જ્યારે ખાદ્ય તેલમાં પામ ઓઈલમાં લગભગ અડધા ટકાની ઉપરીની તેજી નોંધાઈ રહી છે, સોયા તેલમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, તો ગુવાર પેકમાં નરમાશ યથાવત છે. મસાલા પેકમાં ધાણામાં તેજી નોંધાઈ રહી છે, તો સોયાબીનમાં સામાન્ય તેજી દેખાઈ રહી છે. તો એમસીએક્સ પર કૉટનમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.