બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલ પર નજર કરીએ તો, કાચા તેલની તેજી પર બ્રેક લાગી ગઈ છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 63 ડૉલરની નીચે પહોંચી ગઈ છે, તો નાયમેક્સ પર WTI ક્રૂડમાં 57 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે કહ્યું છે કે ક્રૂડ 60 ડૉલરની ઉપર યથાવત નહી રહી શકે. આની સાથે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કહ્યું છે કે ઈલેક્ટ્રીક ગાડીઓ આવવાથી ક્રૂડની માગ પર થોડી અસર જોવા મળી શકે છે.


બજારની નજર 30 નવેમ્બરે વિએનામાં થનાર ઓપેકની બેઠક પર છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉત્પાદન કાપને આવતા વર્ષે માર્ચ બાદ પણ યથાવત રાખવા પર સહેમતી બની શકે છે. જોકે તે પહેલા અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન ધડપથી વધી રહ્યું છે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, નેચરલ ગેસમાં પણ નબળાઈ દેખાઈ રહી છે, લગભગ એક ટકાથી વધારેની નરમાશ નેચરલ ગેસમાં દેખાઈ રહી છે.

સોના પર નજર કરીએ તો, આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં દબાણ દેખાઈ રહ્યું છે, કોમેક્સ પર સોનું હાલ 1278ના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો, ચાંદીમાં નબળાઈ દેખાઈ રહી છે, વૈશ્વિક બજારમાં ચાંદીમાં 17 ડૉલરના સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે..જ્યારે સ્થાનિક બજારમાં ડિસેમ્બર વાયદા માટે ચાંદી હાલ 39772ના સ્તરની આસપાસ કારોબાર કરી રહી છે.

મેટલ્સ પર નજર કરીએ તો, એલએમઈ પર કોપર સિવાય તમામ મેટલ્સમાં નરમાશ દેખાઈ રહી છે. સૈથી વધુ નરમાશ નિકલમાં દેખાઈ રહી છે, ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ આંકડા આશા કરતા ઓછા આવવાથી મેટલ્સમાં દબાણ દેખાઈ રહ્યું છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, એરંડાની તેજી યથાવત છે, જ્યારે ચણામાં આજે નરમાશ જોવા મળી રહી છે. મસાલા પેકમાં ધાણા, હળદર અને એલચીમાં તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો ખાદ્ય તેલમાં મેન્થા ઓઈલમાં લગભગ અડધા ટકાની તેજી દેખાઈ રહી છે. તો સોયા તેલ અને પામ તેલમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો ગુવાર પેકમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે, જ્યારે કપાસીયા ખોળમાં તેજી દેખાઈ રહી છે.