બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

મેટલ્સ પર નજર કરીએ તો, ગઈકાલની નરમાશ યથાવત છે, ચીનના ખરાબ આંકડા બેઝ મેટલ્સ પર ઘણા ભારી પડી રહ્યા છે, આજે શંધાઈ ફ્યૂચર એક્સેન્જ પર નિકલમાં 6 ટકાની નિચલી સર્કિટ લાગતી દેખાઈ રહી છે, બીજા મેટલ્સમાં પણ 2 થી 3 ટકાની નરમાશ દેખાઈ રહી છે. એલએમઈ પર પણ કોપર સહિત તમામ મેટલ્સમાં નરમાશ છે.

કાચા તેલ પર નજર કરીએ તો, સપ્લાઈ વધવાથી અને ઓછી માગના અનુમાનથી કાચા તેલમાં પણ નરમાશ વધી ગઈ છે. બ્રેન્ટ સાડા 51 ડૉલરની નીચે પહોંચી ગયું છે, જ્યારે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડમાં 55 ડૉલર પર કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં આન્ટરનેશનલ એનર્જી એજન્સીએ આવતા વર્ષે દુનિયામાં કાચા તેલની માગ લગભગ 13 લાખ બેરલ ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આઈઈએએ ઓપેકનું ઉત્પાદન 14 લાખ બેરલ વધવાના પણ અનુમાન આપ્યા છે.

સોના પર નજર કરીએ તો, સોનામાં તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે, અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1280 ડૉલરની ઉપર પહોંચી ગઈ છે, જો કે સ્થાનિક બજારમાં સોનામાં દબાણ દેખાઈ રહ્યું છે.

ચાંદીની વાત કરીએ તો, સોના સાથે ચાંદીમાં પણ તેજી દેખાઈ રહી છે, વૈશ્વિક બજારમાં ચાંદીમાં 17 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જોકે સ્થાનિક બજારમાં ચાંદીમાં નરમાશ દેખાઈ રહી છે, ડિસેમ્બર વાયદા માટે ચાંદી હાલ 39785ના સ્તરની આસપાસ કારોબાર કરી રહી છે.

ચણામાં આજે તેજી દેખાઈ રહી છે, વાયદામાં ચણાની કિંમત લગભગ 1 ટકા ઉછળી છે, સાથે જ મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં બહારથી આવનાર દાળ પરથી મંડી ટેક્સ હટાવવાની તૈયારી કરી છે. મળતા સમાચારો મુજબ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વેપારીઓની માગ પર મંડી ટેક્સને હટાવવાનો નિર્ણય કર્યો છે, જોકે નોટિફિકેશન બહાર પડવાનું હજું બાકી છે, તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં બીજા રાજ્યોથી આવવા વાળી દાળ પર 2.2 રૂપિયા પ્રતિ ક્વિંટલ મંડી ટેક્સ લાગી રહ્યો છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં તેજી સાથેનો કારોબાર યથાવત છેતો ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે, જ્યારે ખાદ્ય તેલમાં ક્રૂડ પામ તેલમાં તેજી દેખાઈ રહી છે, જ્યારે સોયાબીનમાં નરમાશ યથાવત છે, માસાલામાં જીરા અને રાઈમાં તેજી સાથેનો કારોબાર તઈ રહ્યો છે, તો કપાસીયા ખોળમાં પણ તેજી દેખાઈ રહી છે.