બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

સોના પર નજર કરીએ તો, સોનાની ચમક ફીકી પડી છે, વૈશ્વિક બજારમાં સોનું 1265 ડૉલરની પણ નીચે પહોંચા ગયું છે. તો સ્થાનિક બજારમાં પણ સોનામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. આવતી કાલે બજારની નજર અમેરિકામાં જાહેર થનાર નોન ફાર્મ પેરોલનાં આંકડા પર રહેશે.

ચાંદીની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીમાં પણ 16 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે.

મેટલ્સ પર નજર કરીએ તો, એલએમઈ પર બેઝ મેટલ્સમાં સુસ્તી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ઝીંક, નિક અને કોપરમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

કાચા તેલ પર નજર કરીએ તો, ગઈકાલની ભારે નરમાશ બાદ કાચા તેલમાં આજે રિકવરી દેખાઈ રહી છે, અમેરિકામાં ઉત્પાદન વધવાથી કાલે ક્રૂડની કિંમત પાછલા 20 દિવસના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે.જોકે ઓછા ભંડારના કારણે નીચલા સ્તરેથી આજે રિકવરી દેખાઈ રહી છે. પણ રિકવરી આવવા છતા બ્રેન્ટની કિંમત 62 ડૉલરની નીચે છે, જ્યારે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડમાં 57 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે.

હવે વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, મલેશિયામાં પામ તેલની કિંમત પાછલા 5 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. અમેરિકામાં સોયાબીનમાં પણ નરમાશ છે, જ્યારે એનસીડીઈએક્સ પર એરંડા અને ચણામાં નરમાસ સાથેનો કારોબાર યથાવત છે.


તો મસાલા પેકમાં ધાણા અને જીરામાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. પણ ખાદ્ય તેલોમાં પામ તેલમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે પણ સોયા અને મેન્થા ઓઈલમાં નરમાશ જોવા મળી રહી છે. સાથે જ ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે.