બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં જોરદાર તેજી નોંધાઈ રહી છે, અને કાચા તેલની કિંમત પાછલા 3 વર્ષના ઉપરી સ્તર પર પહોંચી ગઈ છે. બ્રેન્ટમાં 70 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 63 ડૉલરની ઉપર દેખાઈ રહ્યું છે. જોકે ગઈકાલે એપીઆઈની ઈન્વેન્ટ્રી રિપોર્ટ જાહેર થઈ હતી, જે મુજબ અમેરિકામાં કાચા તેલનો ભંડાર 112 લાખ બેરલથી ઘટી ગયો છે. તો હવે બજારની નજર આજે અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટની ઈન્વેન્ટ્રી રિપોર્ટ પર રહેશે.

નેચરલ ગેસની વાત કરીએ તો, આજે પણ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ બે ટકાથી વધારેની તેજી દેખાઈ રહી છે.

સોનાની વાત કરીએ તો, સોનામાં નરમાશ વધી ગઈ છે, વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1310 ડૉલર પર પહોંચી ગઈ છે. વધારે કિંમતો પર સોનાની માગ ઓછી થઈ રહી છે. ચાંદીની વાત કરીએ તો, સોના સાથે ચાંદીમાં પણ દબાણ દેખાઈ રહ્યું ચે, વૈશ્વિક બજારમાં ચાંદી 17 ડૉલરની નીચે દેખાઈ રહી છે. બેઝ મેટલ્સ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે, નિકલમાં સૌથી વધુ તેજી દેખાઈ રહી છે.

એગ્રી કૉમોડિટીમાં દેશનું સૌથી મોટું એક્સેન્જ એનસીડીઈએક્સ મકરસંક્રાંતિના દિવસે ગુવાર વાયદામાં ઓપ્શન શરૂ કરવા જઈ રહ્યું છે. 14 જાન્યુઆરીએ રવિવારના દિવસે લોન્ચિંગ માટે એક્સેન્જ દોઢ કાલાક માટે ખુલશે. રવિવારે સવારે 10 વાગ્યાથી 11:30 સુધી ગુવાર ઓપ્શનમાં ટ્રેડિંગ થઈ શકશે. આ દરમિયાન ગુવારસીડ વાયદા પણ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.

હવે વાત કરીએ અન્ય એગ્રિ કોમોડિટીની તો, એરંડા અને ચણામાં આજે તેજી દેખાઈ રહી છે, તો મસાલા પેકમાં ધાણા, જીરા અને હળદરમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, ધાણામાં લગભગ 1 ટકાની ઉપરનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો ખાદ્ય તેલો સાથે સોયાબીનમાં પણ તેજી દેખાઈ રહી છે. તો કપાસ અને કપાસીયા ખોળમાં પણ તેજી દેખાઈ રહી છે. સાથે જ ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.