બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની વાત કરીએ તો, ડૉલરમાં નરમાશથી સોનામાં તેજી જોવા મળી રહી છે, અને સોનાની કિંમત 4 મહિનાના ઉપરી સ્તર પર યથાવત છે. કોમેક્સ પર સોનું 1320 ડૉલરની પાસે પહોંચી ગયું છે. જો કે સ્થાનિક બજારમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, સોનાની સામે ચાંદીમાં વધારે તેજી દેખાઈ રહી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત લગભગ અડધા ટકા વધી ગઈ છે, પણ સ્થાનિક બજારમાં થડું દબાણ જોવા મળી રહ્યું છે.

બેઝ મેટલ્સ પર નજર કરીએ તો,શંઘાઈમાં એલ્યુમિનિયમ 1 ટકાથી વધારે વધી ગયું છે, તો કોપરમાં પા ટકાની મજબૂતી જોવા મળી રહી છે, પણ નિકલમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

કાચા તેલમાં ગઈકાલની તેજી બાદ આજે નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. જોકે કિંમતો 3 વર્ષના ઉપરી સ્તર પર યથાવત છે. બ્રેન્ટ 69 ડૉલરની ઉપર છે, જ્યારે નાયમેક્સ પર કિંમત 63 ડૉલરની ઉપર રહેતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની વાત કરીએ તો, આજે પણ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રિ કોમોડિટીની તો, એરંડા સાથે ચણામાં તેજીનો કારોબાર યથાવત છે, એરંડામાં 1.5 મહિનાની નરમાશ બાદ તેજ પરત ફરતી દેખાઈ રહી છે, તો ચણામાં લઘભગ 2 ટાથી વધુની તેજી દેખાઈ રહી છે, જ્યારે ગુવાર પેકમાં પણ તેજી નોંધાઈ રહી છે. મસાલા પેકની વાત કરીએ તો, રાઈમાં નરમાશ જોવા મળી રહી છે, જ્યારે ખાદ્ય તેલોમાં પામ તેલ અને સોયા ઓઈલ સાથે સોયાબીનમાં પણ નરમાશ જોવા મળી રહી છે. તો આજે કપાસ અને સાથે કપાસીયા ખોળમાં તેજી સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.