બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 11:51  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની વાત કરીએ તો, ડૉલરમાં આવેલી નરમાશથી સોનાને સપોર્ટ મળ્યો છે, અને સોનાની કિંમત 1325 ડૉલરની ઉપર પહોંચી ગઈ છે. ચાંદીની વાત કરીએ તો, સોનાની સામે ચાંદીમાં વધારે તેજી દેખાઈ રહી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત લગભગ અડધા ટકા વધી ગઈ છે, સ્થાનિક બજારમાં પણ નોંધાઈ તેજી.

બેઝ મેટલ્સ પર નજર કરીએ તો,સ્થાનિક બજારમાં નિકલ સિવાય તમામ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમતો પર 70 ડૉલરના ઉપરી સ્તરેથી દબાણ દેખાઈ રહ્યું છે, અને ક્રૂડમાં 3 વર્ષના ઉપરી સ્તરેથી દબાણ દેખાઈ રહ્યું છે. જોકે હજુ પણ 69 ડૉલરની ઉપર જ કાચા તેલમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો wti ક્રૂડમાં પણ દબાણ હોવા છતા સાડા 63 ડૉલરની ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. અમેરિકામાં કાચા તેલનો ભંડાર લગભગ 50 લાખ બેરલથી ઘટી ગયો છે.

નેચરલ ગેસની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં નેચરલ ગેસની કિંમત લગભગ 1 ટકા ઉછળી ગઈ છે, અને નેચરલ ગેસમાં પાછલા દોઢ મહિનાના ઉપરી સ્તર પર કારોબાર થઈ રહ્યો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રિ કોમોડિટીની તો, અમેરિકામાં કૃષિ વિભાગની રિપોર્ટ પહેલા સોયાબીનમાં નરમાશ જોવા મળી રહી છે, સોયાબીનમાં લગભગ 4 મહિનાની નીચે પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં પણ સોયાબીનમાં નરમાશ જોવા મળી રહી છે. તો મસાલા પેકમાં ધાણા, જીરા અને રાઈમાં તેજી દેખાઈ રહી છે, તો ખાદ્ય તેલોમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જ્યારે કપાસ અને કપાસીયા ખોળમાં તેજી દેખાઈ રહી છે, તો ગુવાર પેકમાં આજે નરમાશ જોવા મળી રહી છે.