બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની વાત કરીએ તો સોનામાં આજે પા ટકાથી વધુ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું દોઢ મહિનાના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે. ડૉલરમાં મજબૂતીની અસર સોનામાં થઈ રહી છે અને ભાવ 1310 ડૉલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયો છે. જેની સીધી અસર ભારતીય બજાર પર પણ થઈ છે. આ કારોબારી વર્ષમાં આવેલી સમગ્ર તેજી છેલ્લા અમુક દિવસમાં ધોવાઈ ગઈ છે.

ચાંદીની વાત કરીએ તો સોનાની જેમ જ ઘટાડાતરફી કારોબાર છે. ચાંદીમાં અડધા ટકાને પાર નરમાશ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ 16.2 ડૉલરની નજીક પહોંચી ગયા છે. સ્થાનિક બાજરમાં પણ 37500ના સ્તર હવે નજીક દેખાઈ રહ્યા છે.

મેટલની વાત કરીએ તો છેલ્લા અમુક દિવસના ઘટાડા બાદ આજે મામુલી રિકવરી સાથે કારોબાર થઈ રહ્યો છે. જોકે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર ગણી શકાય.

ક્રૂડમાં પહેલાં આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અમેરિકામાં ભંડાર વધીને 1 કરોડ ડૉલરને પાર પહોંચી ગયો છે. આ કારણે ભાવ પર વિપરિત અસર થઈ છે. બ્રેન્ટ અઢી ટકાથી વધુ ઘટાડા સાથે ગઈ કાલે 65.5ની નીચે પહોંચી ગયો છે. સાથે જ ડૉલરમાં મજબૂતીની અસરનો બમણો માર ક્રૂડ પર લાગ્યો છે. આ જોતાં સ્થાનિક બજારમાં પણ ફ્લેટ શરૂઆત બાદ ઘટાડો આવ્યો છે. નેચરલ ગેસમાં પણ હાલ નરમાશ જ જોવા મળી રહી છે. 175ના સ્તર પણ ઇન્ટ્રાડેમાં તૂટ્યા છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, આજે તમામ એગ્રી કૉમોડિટીમાં ઘટાડો આવ્યો છે. ફક્ત એક ઘઉંના વાયદામાં તેજી દેખાઈ રહી છે. ખાદ્યતેલમાં લગભગ અડધા ટકા સુધીની નરમાશ છે. સોયાબીન અને સરસવમાં પણ વેચવાલી હાવી છે.. માંગમાં ઘટાડાને લીધે ગ્વારનો ભાવ દોઢ ટકા સુધી તૂટ્યો છે. ક્રૂડમાં ઘટાડાની ખાસ નેગેટિવ અસર ખાદ્યતેલ અને ગ્વારના ભાવ પર થઈ છે. જ્યારે ચણામાં છેલ્લા બે દિવસની તેજી આજે ગૂમ થઈ ગઈ છે.. મસાલા પૅક પણ નરમાશ સાથે કારોબાર કરી રહ્યો છે. ઘઉંમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળાની અસર છે. અમેરિકામાં આ વખતે ઓછા ઉત્પાદનની સંભાવનાને જોતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ વધ્યા છે.