બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

શુગરના ભાવમાં ટેકો આપવા સરકારે મોટું પગલું લીધું છે. ઘટતાં ભાવ પર નિયંત્રણ આવે એ માટે સરકારે આવતા બે મહિના માટે શુગર મિલ પર સ્ટૉક લિમિટ લગાવી છે. શુગર મિલ 86 ટકા જેટલી લિમિટ જેટલી શુગર રાખી શકશે.

સોનામાં પણ આજે ઘટાડા સાથે જ શરૂઆત થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 1320 ડૉલરની નીચે પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે 30,000ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. ડૉલરમાં મજબૂતીને લીધે આ અસર જોવા મળી છે. સોનાની જેમ ચાંદીમાં પણ ઘટાડા સાથે કારોબાર છે.. પા ટકાથી વધુ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે.

ક્રૂડમાં અમેરિકાનો ભંડાર વધતાં ક્રૂડમાં ઘટાડો યથાવત છે.. બ્રેન્ટ પર ભાવ 64.5 ડૉલર પ્રતિબેરલની નીચે પહોંચી ગયા છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ 3900ના સ્તર તૂટ્યા છે. અમેરિકામાં ભંડાર એક કરોડ ડૉલર પ્રતિબેરલને પાર પહોંચી ગયો છે. આ કારણે ઓવરસપ્લાઇની અસર જોવા મળી છે.