બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સોનું સ્થાનિક બજારમાં 30 હજારની ઉપર કારોબાર કરી રહ્યું છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં 1320 ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે. સોનાની જેમ ચાંદીમાં પણ તેજી  સાથે કારોબાર છે. ચાંદીમાં પા ટકા જેટલી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

આજે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનની જાહેરાત કરશે. તેના કારણે એલએમઈ પર મેટલમાં મજબૂતી જોવા મળી રહી છે. કૉપરના ભાવ 2 મહિનાના નીચલા સ્તરેથી સ્થિર જોવા મળ્યા છે. જો કે ચીનમાં દબાણ જોવા મળી રહ્યું છે.

ગયા સપ્તાહે 10 ટકાના ભારે ઘટાડા બાદ આજે ક્રુડમાં રિકવરી જોવા મળી રહી છે. વૈશ્વિક માર્કેટમાં ક્રુડ 2 મહિનાના નીચલા સ્તરથી અંદાજે 1 ટકા જેટલું સ્થિર થયું જોવા મળ્યું છે. તેમ છતાં નાયમેક્સ પર ક્રુડના ભાવ 60 ડૉલરની નીચે છે. જોવા જઈએ તો અમેરિકામાં ક્રુડનું ઉત્પાદન વધવાનું અનુમાન છે. કારણકે ઓઈલ રીગની સંખ્યા છેલ્લા 3 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.

રવિ પાક તૈયાર થવાની સ્થિતીમાં છે. પરંતુ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ અને કરા પડવાના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પાછલા 1 વર્ષમાં સારા ભાવ ન મળવાના કારણે ખેડૂતો પહેલાંથી જ પરેશાન હતાં. પરંતુ આ વર્ષે પાક તૈયાર થવાના બિલકુલ પહેલાં વરસાદથી ખાસ કરીને ચણા અને ઘઉંના ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધાં છે. સૈૌથી વધારે  નુકશાન મધ્ય પ્રદેશમાં થયું છે.