બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉલરમાં નરમાશથી સોનામાં તેજી નોંધાઈ રહી છે, સોનાની કિંમત પાછલા એક સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી ગઈ છે. તો સોના સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે, ચાંદીમાં લગભગ અડધા ટકા ઉપરનો કારોબાર થઈ રહ્યો છે.જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ પણ ચાંદી 17 ડૉલરની નીચે દેખાઈ રહી છે.

ચીનમાં કોપરની કિંમત લગભગ દોઢ ટકા વધી ગઈ છે. જ્યારે LME પર સુસ્તીનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં નિકલમાં તેજી દેખાઈ રહી છે.

કાચા તેલમાં નરમાશ વધી ગઈ છે, અમેરિકામાં વધારે ભંડારથી કિંમતો પર ઉપરી સ્તરેથી દબાણ યથાવત રહેતું દેખાઈ રહ્યું છે. NYMEX પર WTI ક્રૂડમાં દબાણ જોવા મળી રહ્યું છે, WTI ક્રૂડ સતત 60 ડૉલરની નીચે રહેતું દેખાઈ રહ્યું છે, જ્યારે બ્રેન્ટમાં હલ્કી મજબૂતી સાથે 62 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. પાછલા સપ્તાહે અમેરિકામાં ક્રૂડનો ભંડાર લગભગ 32 લાખ બેરલ વધી ગયો છે. તો આજે બજારની નજર અમેરિકામાં જાહેર થનાર એનર્જી ડિપાર્ટમેન્ટની રિપોર્ટ પર રહેશે. નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં નરમાશ જોવા મળી રહી છે.

મધ્ય પ્રદેશમાં રાજ્ય સરકાર ઘઉંના ખેડૂતોને 265 રૂપિયા પ્રતિ ક્વિંટલનું બોનસ આપશે. મુખ્યમંત્રી ઉત્પાદકતા પ્રેત્સાહન યોજના હેઠળ ઘઉંના પાક પર ખેડૂતોને આ બોનસ આપવામાં આવશે..રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મુજબ પાછલા વર્ષે ખેડૂતોને MSPથી ઓછી કિંમતો મળી હતી, આ માટે અમે નિર્ણય લીધો છે કે મુખ્યમંત્રી ઉત્પાદકતા પ્રોત્સાહન યોજના મુજબ ઘઉં પર ખેડૂતોને 265 રૂપિયા પ્રતિ ક્વિંટલનું વધારેનું બોનસ આપવામાં આવશે.. બોનસ આપવાની આ ઘોષણાથી ઘઉંની કિંમતોમાં 50 થી 100 રૂપિયા સુધીના સુધારાના અનુમાન છે..રવી સીઝન 2018-19 માટે કેન્દ્ર સરકારે ઘઉંનું MSP 1,735 પ્રતિ ક્વિંટલ નક્કી કર્યું છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે, સાથે જ ખાદ્ય તેલોમાં પણ નરમાશ જોવા મળી રહી છે, મસાલા પેકની વાત કરીએ તો, તમામ મસાલામાં નરમાશ દેખાઈ રહી છે, જ્યારે ગુવાર પેકમાં પણ નરમાશ નોંધાઈ રહી છે. તો સરકારે ઘઉં પર બોનસ જાહેર કરતા ઘઉંમાં તેજી બનતી જોવા મળી રહી છે.