બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 15, 2018 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની ચમક ફરી વધી ગઈ છે, સોનાની કિંમત પાછલા 3 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનું 1355ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. સોનામાં ગઈકાલથી હાલ સુધી લગભગ 2 ટકાની તેજી દેખાઈ ચુકી છે. અમેરિકામાં મોંઘવારી અનુમાન કરતા વધવાથી ડૉલરમાં નરમાશ નોંધાઈ રહી છે જેથી સોનાની કિંમતોમાં તેજી દેખાઈ રહી છે. સોના સાથે ચાંદીમાં પણ તેજીનો કારોબાર થઈ રહ્યો છે. ચાંદીની કિંમત 17 ડૉલરની ઘણી નજીક કારોબાર કરી રહી છે.

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં નિકલ અને કોપર સિવાય તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે, ઝીંકમાં સૌથી વધુ નરમાશ નોંધાઈ રહી છે.

ડૉલરમાં નરમાશથી અને પ્રોડક્શન કાપ પર સાઉદીના નિવેદન બાદ કાચા તેલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટની કિંમત ફરી 64 ડૉલરની ઉપર પહોંચી ગઈ છે. બ્રેન્ટમાં લગભગ 1 થી દોઢ ટકા ઉપરનો કારોબાર નોંધાઈ રહ્યો છે. નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી જોવા મળી રહી છે.

બજેટમાં મોટી ઘોષણાઓ બાદ કેન્દ્ર સરકાર ખેતી અને ખેડૂતોની દશા સુધારવા માટે એક્શનમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે 19-20 ફેબ્રુઆરીના રાજ્યોની મહત્વની બેઠક બોલાવી છે, શું છે આ બેઠકનો એજન્ડા, તે જણાવવા આપણી સાથે અમારા કૉમોડિટી એડિટર મનિષા ગુપ્તા જોડાઈઆ ગયા છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, ગઈકાલની નરમાશ બાદ આજે એગ્રી કૉમોડિટીઝમાં તેજીનો કારોબાર દેખાઈ રહ્યો છે, એરંડા અને ચણામાં તેજી છે, તો મસાલા પેકમાં હળદર સિવાય તમામમાં તેજી દેખાઈ રહી છે. ખાદ્ય તેલોમાં સોયા તેલ અને પામ તેલ સાથે સોયાબીનમાં પણ તેજી નોંધાઈ રહી છે. તો સતત નરમાશ બાદ આજે ફરી ગુવાર પેકમાં તેજીનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ગુવારગમમાં લગભગ એક ટકાની તેજી દેખાઈ રહી છે, તો સાથે કપાસ અને કપાસીયા ખોળમાં પણ તેજી જોવા મળી રહી છે.