બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

LME પર બેઝ મેટલ્સમાં હલ્કી રિકવરી જોવા મળી રહી છે, પણ ચીનમાં એલ્યુમિનિયમની કિંમત પાછલા એક વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે.

અમેરિકામાં ઉત્પાદન અને ભંડાર વધવાના અનુમાનથી કાચા તેલમાં નરમાશ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 65 ડૉલરની નીચે છે, તો WTI ક્રૂડમાં 61 ડૉલર પર કારોબાર થઈ રહ્યો છે. અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટે અમેરિકામાં શેલ ઓઈલનું ઉત્પાદન વધવાથી સંભાવના વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ એપ્રિલમાં ઉત્પાદન સાડા 69 લાખ બેરલના રેકોર્ડ સ્તર પર પહોંચી શકે છે. આજે બજારની નજર અમેરિકી પેટ્રોલિયમ ઈન્સ્ટીટ્યૂટની ઈન્વેટ્રી રિપોર્ટ પર રહેશે. નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોના પર પણ દબાણ જોવા મળી રહ્યું છે, સોનામાં 1320 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે રૂપિયામાં રિકવરીથી સ્થાનિક બજારમાં પણ દબાણ નોંધાઈ રહ્યું છે.

સોના સાથે ચાંદીમાં પણ ઘણી નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. સ્થાનિક સાથે વૈશ્વિક બજારમાં નરમાશ જોવા મળી રહી છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, આજે મસાલા પેકમાં રાઈમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, જ્યારે ખાદ્ય તેલોમાં પામ તેલ અને સોયા તેસમાં મજબૂતી છે, તો સોયાબીનમાં નરમાશનો કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે, સાથે જ એરંડા અને ચણામાં ગઈકાલની નરમાશ પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. તો ગુવાર પેકમાં તેજી સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.