બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 11:21  |  સ્ત્રોત : CNBC-Bajar

એલએમઈ પર કોપરમાં લગભગ અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે, ચીનથી ઈમ્પોર્ટ પર અમેરિકાના કડક વલણથી બજારમાં ડર જોવા મળી રહ્યો છે. સાથે જ ચીનમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન લગભગ 2 ટકા ઓછું થઈ ગયું છે. તો સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.

અમેરિકામાં કાચા તેલનો ભંડાર આશા કરતા ઓછો વધવાથી ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ હલ્કી તેજી સાથે 64 ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે, તો ડબ્લ્યૂટીઆઈ ક્રૂડમાં પણ 61 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે. આજે બજારની નજર અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટની રિપોર્ટ પર રહેશે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સોનું ઘણી નાની રેન્જમાં કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. સોનામાં 1330 ડૉલરની નીચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે તેજી જોવા મળી રહી છે, ચાંદીમાં લગભગ પોણા ટકાની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક બજારમાં દબાણ સાથેનો કારોબાર યથાવત રહેતો જોવા મળી રહ્યો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, એરંડામાં તેજી દેખાઈ રહી છે, જ્યારે ચણામાં ફરી થોડું દબાણ જોવા મળી રહ્યું છે, મસાલા પેકમાં રાઈ અને હળદરમાં તેજી છે, જ્યારે ખાદ્ય તેલોમાં મેન્થા ઓઈલમાં નરમાશ જોવા મળી રહી છે. ત્યારે જ ગુવાર પેકમાં ગઈકાલની તેજી યથાવત રહેતી દેખાઈ રહી છે. તો આજે કપાસ અને કપાસીયા ખોળમાં પણ તેજીનો કારોબાર થઈ રહ્યો છે.