બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 11:00  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં તેજી યથાવત રહેતી જોવા મળી રહી છે બ્રેન્ટની કિંમત 80 ડૉલરની ઘણી નજીક પહોંચતી જોવા મળી રહી છે. હાલ બ્રેન્ટમાં 79 ડૉલર પર કારોબાર થઈ રહ્યો છે, તો WTI ક્રૂડમાં 71 ડૉલરની ઉપર છે. તો અમેરિકામાં ક્રૂડનો ભંડાર 14 લાખ બેરલ ઘટી ગયો છે. તો OPECના ઉત્પાદન કાપ અને ઈરાન પર અમેરિકી પાબંદી પહેલા જ ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી હતી. આ સાથે ડૉલરમાં આજે ઉપરી સ્તરેથી દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે કાચા તેલની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલરમાં નરમાશથી LME પર કોપરને હલ્કો સપોર્ટ મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે, એલ્યુમિનિયમમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોનામાં ગઈકાલના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જોકે સ્થાનિક બજારમાં રૂપિયામાં મજબૂતીના કારણે સોનાની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

ચાંદીમાં પણ સોનાની જેમ નરમાશ જોવા મળી રહી છે, જોકે વૈશ્વિક બજારમાં ચાંદીમાં સાડા 16 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, એરંડા સાથે ચણામાં નરમાશ જોવા મળી રહી છે, ચણામાં લગભગ અડધા ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે. તો ખાદ્ય તેલોમાં પામ તેલમાં તેજી જ્યારે સોયા તેલ સાથે સોયાબિનમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. તો મેન્થા ઓઈલમાં લગભગ 1 ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે, સાથે ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે. આજ મસાલા પેકમાં જીરા, રાઈ અને હળદરમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.