બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2018 પર 11:21  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં આજે નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે, બ્રેન્ટ 76 ડૉલર પર છે, જ્યારે WTI ક્રૂડમાં 65 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. તો રૂસની સપ્લાઈ વધવા અને અમેરિકામાં ઉત્પાદન વધવાથી કાચા તેલ પર દબાણ બની રહ્યું છે. સાથે જ અમેરિકાનું ઉત્પાદન 1 કરોડ 8 લાખ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી રહી છે.

સોનામાં આજે તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. કૉમેક્સ પર સોનું 1300 ડૉલરની નજીક છે, તો અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક અને અમેરિકા-ઉત્તર કોરિયા સમિટ પહેલા ડૉલરમાં નરમાશ જોવા મળી રહી છે, જેની અસર સોના પર જોવા મળી રહી છે. જ્યારે રૂપિયામાં મજબૂતી હોવાથી સ્થાનિક બજારમાં સોનીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

સોના કરતા ચાંદીમાં વધારે એક્શન જોવા મળી રહી છે. માગ વધવાની સંભાવનાથી કૉમેક્સ પર ચાંદીની કિંમત અડધાથી વધારે વધી ગઈ છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ તેજી સાથે લગભગ અડધા ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શંઘાઈમાં એલ્યુમિનિયમ અને નિકલ નબળા છે પણ કોપર અને ઝીંકમાં મજબૂતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે, જ્યારે મસાલા પેકમાં ધાણામાં અડધા ટકાની તેજી તો એલચીમાં બે ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે, સાથે હળદરમાં પણ તેજી જોવા મળી રહી છે, જ્યારે રાઈમાં નરમાશ દેખાઈ રહી છે. ખાદ્ય તેલોમાં સોયા તેલમાં લગભગ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસીયા ખોળમાં એક ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે ગુવાર પેકમાં દબાણ સાથનો કારોબાર જોવા મળી રહ્યો છે.