બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2018 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે, બ્રેન્ટમાં 76 ડૉલરની ઉપર કારોબાર યથાવત છે, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં હલ્કો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં નરમાશ જોવા મલી રહી છે. તો બજારની નજર 22 જૂને થનારી ઓપેકની બેઠક પર છે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ અને ઉત્તર કેરિયાના રાષ્ટ્રપતિની બેઠકના નિર્ણય પહેલા સોનામાં હલ્કી નરમાશ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનામાં 1296 ડૉલરની ઉપર પહોંચી ગયું છે. જ્યારે રૂપિયામાં નરમાશથી સ્થાનિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

ગઈકાલની તેજી બાદ ચાંદીમાં આજે ફરી દબાણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે, જ્યારે વૈશ્વિક બજારમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સમાં આજે નરમાશ જોવા મળી રહી છે. શંઘાઈમાં કોપર લગભગ અડધા ટકા તૂટી ગઈ છે, તો નિકલમાં પોણા ટકાની નરમાશ જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં કોપર અને ઝીંક સિવાય તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ભારત ચાઇના માટે ખાંડની નિકાસ શરૂ કરવાની યોજના ધરાવે છે. 28 મી એપ્રિલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી, ચાઇનામાં 10 લાખ ટનથી વધુ ખાંડનું નિકાસ કરવાની ભારતની યોજના શરૂ છે. આ માટે ભારતીય ખાંડ મિલો અને નિકાસકારોના પ્રતિનિધિમંડળ શુક્રવારે બેઇજિંગમાં ચાઇનીઝ મોટી કંપનીઓ સાથે મળ્યા પણ હતા.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, ચણામાં લગભગ અડધા ટકાની નરમાશ જોવા મલી રહી છે, જ્યારે અરંડામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે. મસાલા પેકમાં હળદર, એલચી અને ધાણામાં તેજી દેખાઈ રહી છે, ખાદ્ય તેલોમાં સોયા તેલમાં લગભગ 3 ટકાની નીચેનો કરોબાર થઈ રહ્યો છે, સાથે જ તેલીબિયામાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. તો કપાસીયા ખોળમાં લગભગ 2 ટકાની તેજી જોવા મળી રહી છે.