બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 11:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ફેડ બેઠકના નિર્ણય પહેલા સોનામાં ઘણી નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે, કોમેક્સ પર સોનું 1295 ડૉલરની નીચે છે, જ્યારે સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાશ હોવા છતા સોનાની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

બેઝ મેટલ્સમાં આવેલી નરમાશ અને સોનામાં દબાણના કારણે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જોકે વૈશ્વિક બજારમાં લગભગ અડધા ટકાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા આજે બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ દરોમાં પોણા ટકાનો વધારો કરી શકે છે. અમેરિકામાં દરો વધવાની સંભાવનાથી મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે. શંઘાઈમાં એલ્યુમિનિયમ અને ઝીંક 1 ટકાથી વધારે તૂટી ગયા છે, તો કોપરમાં પોણા એક ટકાની નરમાશ જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

કાચા તેલમાં આજે નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, બ્રેન્ટમાં પોણા ટકાની નરમાશ સાથે 76 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે, તો  WTI ક્રૂડમાં અડધા ટકાથી વધારેની નરમાશ જોવા મળી રહી છે.. અમેરિકામાં વધતા ઉત્પાદન અને OPECની સપ્લાઈ વધવાની આશંકાથી કાચા તેલ પર દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

નેચરલ ગેસ પર નજર કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહી છે.

મળતા સમાચાર મુજબ એનસીડીઈએક્સ પર આવતીકાલથી કપાસ વાયદા ફરીથી શરૂ કરવામાં આવશે, અને 14 જૂનથી કપાસ એપ્રિલ 2019 વાયદામાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનસીડીઈએક્સ પર શંકર કપાસ વેરાયટીમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવી રહી છે. સાથે હવે કપાસમાં માત્ર એપ્રિલ, નવેમ્બર અને ફેબ્રુઆરી વાયદા જ ઉપલબ્ધ રહેશે. અગાવ એપ્રિલમાં કપાસના નવા વાયદાની લોન્ચિગને રોકવામાં આવી હતી.

હવે વાત કરીએ અન્ય એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, તો મસાલા પેકમાં રાઈમાં નરમાશ છે, જ્યારે ધાણા અને જીરામાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે ખાદ્ય તેલો સાથે તેલીબિયામાં પણ લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં તેજી યથાવત રહેતી દેખાઈ રહી છે.